રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામની સગીરાને ગભાણા ગામમાં રહેતો હરેન્દ્ર રાજેશભાઈ તડવી નામનો યુવક અપહરણ કરી ભગાડી જતા પુત્રીના પિતાએ આ બાબતે ગરુડેશ્વર પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી
ફરિયાદમાં પિતાએ જણાવ્યું હતું કે ગભાણા ગામનો હરેન્દ્ર રાજેશ તડવી તેમની ધોરણ ૧૨માં ભણતી સગીર વયની દીકરીને તા.૨૭/૧૧/૨૦૧૮ ના રોજ કલાક ૦૯/૦૦ થી કલાક ૧૫/૦૦ દરમિયાન ગોરા ગામેથી પટાવી ફોસલાવી લગ્ન કરવાના બદ ઈરાદે અપહરણ કરી ભગાડી ગયો હતો જેથી પોલીસે આ બાબતે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધી બંનેની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા તપાસ કેવડિયા સીપીઆઈ ડી.બી.શુક્લ કરી રહ્યા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



