ગુરુવારે રાજપીપલ ટાઉનહોલ ખાતે યોજાશે નવો સેવાસેતુ કાર્યક્રમ પણ પાલિકાની મેહનત સફળ થશે…?
અગાઉ છ મહિના પર યોજાયેલા સેવસેતુમાં એક હજાર જેવી દાખલાઓ માટેની અરજી માંથી મોટાભાગના અરજદારોને હજુ દાખલ મળ્યા નથી ત્યારે આવા કાર્યક્ર્મોનો શું મતલબ …?!
આમતો અરજીનો સ્થળ પર નિકાલ થાય એવી જાહેરાતો આ સરકારી કાર્યક્રમોમાં થાય છે પરંતુ સ્થળ છોડ્યા બાદ મહિનાઓ બાદ પણ કાંઈ થતું નથી
છ મહિનાઓ સુધી જાતિ,આવક જેવા અનેક દાખલા મળતા ન હોય એના કરતા સીધા જેતે ખાતામાં જતા અરજદારોને બે ચાર દિવસમાં દાખલા મળે છે તો સ્થળ પર નિકાલ ક્યાં થયો…?
રાજપીપળા : રાજપીપળા સરદાર ટાઉનહોલ ખાતે આજે 2019 ના વર્ષનો નગરપાલિકા હસ્તકનો પ્રથમ સેવાસેતું કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અાઉ પાલિકા હસ્તક ઘણા સેવાસેતું કાર્યક્રમો થયા છતાં અરજદારોને સ્થળ પર મળતા દાખલા કે અન્ય સરકારી દસ્તાવેજો મહિનાઓ સુધી મળતા નથી જયારે જે તે કચેરીઓમાં આ દસ્તાવેજો માટે અરજી કરે તો બે ચાર દિવસમાં મળી જાય તો સેવાસેતું નો મતલબ શું થયો …? હાલ દરેક બાબતોમાં ખાસ જરૂરી એવા આવકના દાખલા કે જાતિના દાખલા માટે મામલતદાર કચેરીમાં અગાઉના ેવાસેતુંાં અરજદારોએ ભરેલા ફોર્મ ને છ મહિના જેવો સમય થવા છતાં હજુ મોટાભાગના અરજ્દારોને આ દાખલા મળ્યા નથી. પાલિકામાં આમ પણ રેગ્યુલર સ્ટાફની અછત છે છતાં વારંવાર આવા કાર્યક્રમોનું આયોજન થાય છે એ માટે પાલિકાની ટિમ મેહનત પણ સારી કરે છે પરંતુ જે તે ખાતામાંથી આવતા કર્મચારીઓ જાણે અરજદારોના ફક્ત ફોર્મ ભરવાજ ત્યાં આવતા હોય એમ મોટી સંખ્યામાં ફોર્મ ભરી કાર્યક્રમ પૂરો થયા બાદ અરજદારો એ ભરેલા ફોર્મ બાબતે જાણે કોઈ દરકારજ લેવાતી ન હોય એમ પાછળથી અરજદારો કચેરીઓના ધક્કે ચઢે છે અને પાલિકાના માથે ટોપલા ઢોળાય છે પરંતુ અરજદારોને ક્યાં ખબર હોય કે આ કામ કોનું છે અને ક્યાં અટવાયું છે એતો બસ પાલિકા દ્વારા કાર્યક્રમ રખાયો એટલે પાલિકા જવાબદાર એમજ સમજે છે.ત્યારે આ બાબતે લાગતા વળગતા અધિકારીઓને કલેક્ટર જવાબદારી સમજાવશે…? જોકે પી એમ મોદી આવા કાર્યક્રમોનુ આયોજન એટલે કરાવે છે કે અરજદારોને ધરમ ધક્કા ના ખાવા પડે.
બોક્ષ : નાંદોદ મામલતદાર જાણે આ બાબતે અજાણ હોય એમ લાગ્યું
અગાઉના સેવાસેતુને છ મહિના જેવો સમય થઈ ગયો છતાં દાખલા મળ્યા નથી એવો સવાલ નાંદોદ મામલતદાર એ.કે.ભાટિયાને કરતા જાણે એ અજાણ હોય એમ લાગ્યું એમને જણાવ્યું કે દાખલા કદાચ ઇસ્યુ કરવાના બાકી હશે. ત્યારે સવાલ એ થાય છે કે છ છ મહિના જેવો સમય થવા છતાં હજુ અરજદારોના દાખલ કેમ ઇસ્યુ થયા નથી કોની જવાબદારી છે…? કોણ આળસ કરે છે…? એની તપાસ થશે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



