યુએન,તા.૨૮
ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજ ગુરુવારે ન્યૂયોર્કમાં જીછછઇઝ્ર મિટિંગ દરમિયાન પોતાના ભાષણમાં આતંકવાદને ખતમ કરવા માટે એક સાથે કામ કરવાની વાત ઉપર ભાર આપ્યો હતો. તેમણે કહ્યું કે, લોકોના આર્થીક વિકાસ, પ્રગતિ અને ક્ષેત્રીય સહયોગ માટે શાંતિ અને સુરક્ષાનો માહોલ ખુબ જ જરૂરી છે.
પાકિસ્તાન ઉપર નિશાન સાધતા સ્વરાજે કહ્યું કે, ” અમારા ક્ષેત્રમાં શાંતિ અને Âસ્થરતા માટે આતંકવાદ એક માત્ર સૌથી મોટો ખતરો છે. એ જરૂરી છે કે આતંકવાદના મૂળને ઉખાડવા માટે કોઇ જ ભેદભાવ રાખ્યા વગર સમર્થન આપવું જાઇએ.”
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ સુષમા સ્વરાજની મુલાકાત થઇ નથી. જીછછઇઝ્રમાં સ્ટેટમેન્ટ આપ્યા પછી સુષમા સ્વરાજ ત્યાંથી ચાલ્યા ગયા હતા. અને તેમણે કુરેશીના સ્ટેટમેન્ટની રાહ પણ ન જાઇ. પાકિસ્તાનના વિદેશ મંત્રી મહમૂદ કુરેશીએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો.
થોડાં દિવસ પહેલાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખી હતી. તેમાં બંને દેશોના વિદેશમંત્રી વચ્ચે સંયુક્ત રાષ્ટ્રમાં વાતચીત કરવાની અપીલ કરવામાં આવી હતી. આ બેઠક વિશે ભારત પણ રાજી હતું પરંતુ ત્યારપછી કાશ્મીરમાં પોલીસ કર્મીઓની હત્યા પછી ભારતે આ મુલાકાતનો ઈન્કાર કરી દીધો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




