નર્મદા પોલીસના જવાને હિમાલયની ટોચ પર માનવતા મહેકાવી સાધુને બચાવ્યા 

0
274

હિમાલય 11,000 ફૂટની ઉંચાઈએ તપશ્ચર્યા કરી રહેલ સાધુને નર્મદાનાં પોલીસ જવાને બચાવ્યા

રાજપીપળા : નર્મદા પોલીસમાં ફરજ બજાવતા એક જવાને હિમાલયની કાતિલ બરફ વર્ષા વચ્ચે એક સાધુને મોતના મુખમાંથી ઉગાર્યા હતા માનવતાના દર્શન કરાવ્યા હતા .

પ્રાપ્ત માહિતી અનુસાર યોગી પાર્થાનંદ સ્વામી નામના સાધુ છેલ્લા 5 વર્ષથી સાધના કરવા માટેના શ્રેષ્ઠ સ્થાન હિમાલયમાં 11,000 ફૂટની ઉંચાઈએ ચમોલી જિલ્લામાં આવેલ સુભાઈ ગામનાં ભવિષ્ય બદરી મંદિરમાં રહેતા હતા.જોકે આ વર્ષે હિમાલયમાં કાતિલ બરફવર્ષા થઈ.સામાન્યતઃ શિયાળામાં આ વિસ્તારના રહેવાસીઓ અન્ય સુરક્ષિત જગ્યા પર પહોચી જાય છે જેથી બરફવર્ષા થી બચી શકાય. પરંતુ સ્વામી પાર્થાનંદ સ્વામી તો તપશ્ચર્યા કરતા હોય તેઓએ જગ્યા છોડી નહીં.બરફવર્ષા એટલી ભયાનક હતી કે, 5 ફૂટ સુધી માત્ર બરફ જ બરફ. તાપમાનનો પારો માઇનસ 35 ડીગ્રી સુધી ગગડી ગયો હતો. સ્વામીજી પાસે વધુ પ્રમાણમાં ગરમ કપડાં ન હોય,ઠંડીની સામે રક્ષણ મેળવવુ કઠિન થઈ પડ્યું હતું.જો કે, મોબાઈલ સાથે હતો,પરંતુ ભારે બરફવર્ષાને કારણે લાઈટો ડુલ થતા મોબાઇલની બેટરી લો થઈ હતી.જેથી તેઓએ ગુજરાતના અનુયાયી રમેશભાઈ પટેલ( અમદાવાદ)  તથા સાધુઓનો સંપર્ક કર્યો.જેમાં પોઇચા નીલકંઠ ધામના સ્વામી ધર્મસંભવ સ્વામીજીએ આ વાત જાણી ખરાઈ કર્યા બાદ નર્મદા પોલીસમાં વાયરલેસ વિભાગમાં asi તરીકે ફરજ બજાવતા આશિષ ચૌહાણનો સંપર્ક કરીને હિમાલયથી સાધુને બચાવવા જાણ કરી. આમ પણ આશિષના રગેરગમાં ધાર્મિકતા તો ભરપુર હતી જેથી સેવાભાવ પણ વિકસ્યો હતો.આશિષ મૂળ ઇજનેરી શાખાના વિદ્યાર્થી હોય ટેકોલોજી થી માહિર હતા,તેઓએ તાાલિક હિમાલયમાં સ્વામીનો સંપર્ક કરીને મદદની ખાતરી આપીને વેબસાઈટના માધ્યમી ઉતરાખંડ સ્ટેટ પોલીસ કન્ટ્રોલરૂમ નો નંબર પર જોશીમઠ પોલીસ સ્ટેશનનાં sho નેગી નો નંબર લઈને તેઓને જાણ કરી.Sho એ રેસ્ક્યુ કરવાની ખાતરી તો આપી પરંતુ તેમાં જોખમ વધુ રહેલું હતું.જેથી આશિષ ચૌહાણે પોતાના બનેવી અને ndrf ગાંધીનગર ફરજ બજાવતા ભરત ટાટમીયાને જાણ કરી,અને ndrf ગાંધીનગરના નાયબ કમાન્ડર હિમાંશુ બારડોલે એ ઉત્તરાખંડ સ્ટેટ ડિઝાસ્ટરને જાણ કરી.આખરે સ્થાનિક sp યશવંત ચૌહાણનાં ધ્યાને આ વાત આવતા sdm યોગેન્દ્રસિંહ સાથે મિટિંગ બાદ સાધુને બચાવવા માટે રેસ્ક્યુ ટીમ મોકલવાનું નક્કી થયું.રેસ્ક્યુ ટીમ સાંજે 6 વાગે મિશન પર રવાના થઈ,બરફ અને પર્વત પર ચઢાઈ હોય ટીમને અનેક સમસ્યા નડી, 5 ફૂટ નો બરફ જામ્યો હતો,અને વાતાવરણ-35 ડીગ્રી હતું,જેથી 11000 ફૂટની ઉંચાઈ પર ટિમ 19 કલાકે સ્વામી પાસે ભવિષ્ય બદરી મંદિર પહોંચી તેમનું રેસ્ક્યુ કર્યું.રેસ્ક્યુ બાદ સ્વામીને પહેલા અન્ય આશ્રમ બાદ જોશીમઠ અને હાલ હરિદ્રાર દવાખાને સારવાર અર્થે ખસેડાયા છે.રેસ્ક્યુ બાદ 4 દિવસે હરિદ્રાર પહોંચી શકાયું,ત્યાં સુધી asi આશિષ ચૌહાણે સતત ઉત્તરાખંડ પોલીસ જોડે સંપર્કમાં રહી સ્વામીને યોગ્ય મદદ અપાવી આ સાધુને બચાવ્યા હતા .

બોક્ષ : અંતિમ શ્વાસ સુધી મારુ કર્તવ્ય બજાવતો રહીશ

આશિષ ચૌહાણ નર્મદા પોલીસમાં વાયરલેસ વિભાગમાં asi તરીકે ફરજ બજાવે છે. ત્યારે આશિષ ચૌહાણે જણાવ્યું કે,ભગવાનની કૃપા અને માં બાપના સંસ્કારથી ભક્તિ અને સમાજસેવા કરું છું.અને અંતિમ શ્વાસ સુધી મારુ કર્તવ્ય બજાવતો રહીશ.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY