રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ,રાંધણગેસનો ભાવવધારા, મોંધવારી જેવા વિવિધ રાજકીય પક્ષો દ્વારા વિરોધ, વિવિધ સામાજીક સંગઠનોનાં પ્રશ્નો, ખેડુત સંગઠનો દ્વારા ખેત પેદાશોનાં પોષણક્ષમ ભાવ મળવા અને ખેડુતોનાં વિવિધ પ્રશ્ને/ધર્મ/સામાજીક/જાતિ અંગે વાયરલ કરવામાં આવતા મેસેજોથી નારાજ સમાજનાં લોકો દ્વારા જિલ્લા તેમજ સ્થાનિક/તાલુકા કક્ષાએ આવેલ વિવિધ સરકારી કચેરીઓ સમક્ષ રજુઆતના બહાને ઉપવાસ, ધરણા, દેખાવો, સુત્રોચ્ચાર જેવા કૃત્યો કરી પોતાનો વિરોધ દર્શાવતા હોય છે. તેમજ હાલમાં અરજદારો તેઓનાં અંગત પ્રશ્ને અવારનવાર આત્મવિલોપન કરવા જેવી ચીમકીઓ આપતા હોય, સરકારી કચેરીનાં પરીસરમાં તેમજ તેની આસપાસમાં બેસી જવાથી સફાઇનાં પ્રશ્નો ઉપસ્થિત થાય છે. ઘોંઘાટ થાય છે. સરકારી કચેરીઓમાં રોજીંદી કાર્યવાહીમાં રૂકાવટ ઉભી થતી હોય છે. તેઓ દ્વારા અતીક્રમણ કરી કચેરીઓને બાનમાં લઇ અને સરકારી મિલ્કતને નુકશાન પહોંચાડવાની શક્યતાઓ પણ રહે છે. આવા પ્રસંગે તેઓને ખસેડવા બળનો પ્રયોગ કરવાની ફરજ પડે જેના કારણે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉદભવે છે. જેથી તે બાબતોનું નિયમન કરવા આવી પ્રવૃતિઓ નિવારી શકાય તે માટે ફોજદારી કાર્યરિતીઅધિનીયમ ૧૯૭૩ની કલમ ૧૪૪ અન્વયે સમગ્ર જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં આવતા વિસ્તારમાં કોઈએ ઉપવાસ ધરણાં પર બેસવું નહીં જાહેર સુલેહ શાંતિ જોખમાય તે રીતે સૂત્રોચ્ચાર કરવા નહીં કોઈ પણ વ્યક્તિએ લાઠી અગર ઈજા થાય તેવાં હથિયાર સાથે પ્રવેશ કરવો નહીં. કોઈ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવા પદાર્થો રાખવાની નહીં, ચાર કે તેથી વધુ માણસો એ ભેગા થવું નહીં કે અતિક્રમણ કરવું નહીં સરકારી કચેરી આસપાસ કે સરકારી કચેરીના પરિસરમાં ગંદકી કચરો કરવો નહીં તે મતલબનું મનાઇ ફરમાવતું એક જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ડી.કે.બારીઆએ તેમને મળેલી ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ (૧૯૭૪ના નંબર-૨)ની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે આ જાહેરનામું ૬/૨/૧૯ થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે.
બ્યુરો ચીફ,જૂનાગઢ
અખલાક એહમદ ભાભા
જૂનાગઢ જિલ્લો
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


