કેવડિયા ગામમાં જેઠાણીના ત્રાસથી દેરાણીએ ઝેરી દવા પી જતા મોત

0
27

દેરાણી વારંવાર ફોન પર વાત કરતી હોય જેઠાણીને લાગ્યુંકે એ મને બબડે છે જેથી મેણાં જેઠાણીએ તેને ઘરની બહાર કાઢી મુકતા લાગી આવ્યું અને આ પગલું ભર્યું હોવાની ફરિયાદ 

રાજપીપળા : કેવડિયા ગામમાં રહેતી અસ્મિતાબેન સતિષભાઈ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ તે પોતે તેના મોબાઇલ ફોન ઉપરથી અવારનવાર તેની મા તથા સગાઓ સાથે વાત કરતી હોઇ ત્યારે તેની જેઠાણી ભાનુબેનને એમ લાગ્યું કે આ મનેજ બબડયા કરે છે તેવુ સમજી અવારનવાર મેણાટોણા મારી ત્રાસ આપતી હતી જેથી તા.31 જાન્યુઆરીના રોજ જેઠાણી ભાનુબેન નગીનભાઈ વસાવાએ અસ્મિતા સાથે બોલાચાલી કરી ઘર બહાર કાઢી મૂકી હતી ત્યારબાદ અસ્મિતા ઘરે એકલી હોઇ તેને લાગી આવતા ઘરમા મુકેલ કપાસમા છાટવાની દવા ત્રાસના કારણે પી જતા તેને તાત્કાલિક સારવાર માટે દાખલ કરાયા બાદ અસ્મિતાનું તા.11 ફેબ્રુઆરીના રોજ સારવાર દરમિયાન મોત થતા તેની ફરિયાદના આધારે કેવડિયા પોલીસે ભાનુ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.તપાસ પીએસઆઇ એ આર ડામોર કરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY