નર્મદા જીલ્લામાં કરોડોની કિંમતની સરદાર પ્રતિમા છે પરંતુ ગરીબ પ્રજા માટે અધ્યતન આરોગ્ય સેવાઓ નથી…આ છે વિકાસ …?!

0
169

રાજપપીપળા શહેરની સિવિલ હોસ્પિટલ પણ બીમાર હોય તેમ સારવાર માંગી લે તેમ છે,મોટાભાગના કેસ વડોદરા રીફર કરવામાં આવે છે,

સ્ટાફ નર્સ તમજ વર્ગ-૩-૪ની ૯૭ જેટલી મંજુર જગ્યા પૈકી ૪૦ જગ્યાઓ ખાલી છે. આઈ.સી.યુ.ની સુવિધા પણ માત્ર નામની જ છે

રાજપીપળા : નર્મદા જિલ્લામાં કરોડોના ખર્ચે તૈયાર થયેલ વિશ્વ ઉંચી સરદાર પટેલની પ્રતિમા છે પરંતુ ગરીબ આદિવાસી પ્રજાને સરળતાથી મળી રહે તેવી અદ્યતન આરોગ્ય સેવાઓ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ ૧૯૯૭માં નર્મદા જિલ્લાની સ્થાપના બાદ ગરીબ આદિવાસી પ્રજા માટે જિલ્લામાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે કોઇ મહત્વની કામગીરી સરકારે કરી નથી.પછાત એવા આ જિલ્લામાં વડામથક રાજપપીપળા શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ પણ બીમાર  હોય તેમ સારવાર માંગી લે તેમ છે. જિલ્લાના પડોશી રાજ્ય મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ દર્દીઓ જ્યાં સારવાર લેવા આવે છે તેવી આ સરકારી હોસ્પિટલનું રજવાડા સમયનું મકાન અસુવિધાઓથી ભરપુર છે. ૧૧ જેટલા નિષ્ણાત તબીબોની જગ્યા વર્ષોથી ખાલી છે.ખુદ સિવિલ
સર્જન અને આર.એમ.ઓ.ની જગ્યા ઇનચાર્જ થી ચાલે છે. ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ આ હોસ્ટિપલમાં જનરલ સર્જન, ઇ.એન.ટી. સર્જન, ગાયનેક, બાળ રોગ નિષ્ણાત જેવા તબીબોની જગ્યા ખાલીે. કેટલાક કિસ્સામાં સ્થાનિક તબીબોની જે તે યોજના હેઠળ સેવાઓ લેવાાં આવે છે. સરકારી હોસ્પિટલમાં સીટી સ્કેન એમ.આર.આઈ.ની કોઇ સુિધા નથી. સ્ટાફ નર્સ તમજ વર્ગ-૩-૪ની ૯૭ જેટલી મંજુર જગ્યા પૈકી ૪૦ જગ્યાઓ ખાલી છે. આઈ.સી.યુ.ની સુિધા પણ માત્ર નામની જ છે. અતિ ગંભીર બાબત એ છે કે ગરીબ દર્દીને મેજર ઓપરેશન કે ગંભીર રોગનીારવાર માટે વડોદરા રીફર કરવામાં આવે છે ત્યારે આર્થિક મુશ્કેલીને કારણે ઘણાં દર્દીઓ રીફર થવા ઇન્કાર કરે છે અને મોતને પણ ભેટે છે.તો શું સરકાર આને વિકાસ કહે છે…?!

નર્મદા જિલ્લાને કેન્દ્ર સરકારે દેશના ૧૦૦ જિલ્લા પૈકી એસ્પાયરેશન ડીસ્ટ્રીક્ટ જાહેર કરેલ છે ત્યારે સરકારી હોસ્પિટલમાં અધતન આરોગ્ય સેવાઓ તમામ હોવી જરૂરી છે. નીતી આયોગના કાર્યક્રમ બહાને કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા છાશવારે કેન્‍દ્ર અને રાજય સરકારના સચિવો પ્રધાનો નર્મદા જિલ્લાની મુલાકાતે આવે છે પરંતુ જિલ્લાની પાયાની જરૂરિયાત આરોગ્ય, શિક્ષણ, કુપોષણ પ્રત્યે કોઇ ધ્યાન અપાતુ નથી. લએ તમામ જાણે ફરવાજ આવે છે જો પ્રવાસનના નામે સરકાર ત્રણ હજાર કરોડના મોટા સ્ટેચ્યુ બનાવી શકતી હોય તો પછી સરકાર આરોગ્ય અને શિક્ષણ સેવાઓને પણ મજબૂત બનાવે એવી માંગ ઉઠી છે .

બોક્ષ : 300 બેડની નવી હોસ્પિટલ ક્યારે ખુલ્લી મુકાશે..?

છેલ્લા લગભગ બે વર્ષથી જીતનગર ખાતે કોન્ટ્રાક્ટરોની લડાઈ વચ્ચે ખોરંભે પડેલી 300 બેડની નવી બની રહેલી સિવિલ હોસ્પિટલનું કામ ક્યારે શરુ અને પૂરું થશે અને એ બન્યા બાદ પણ ત્યાં જરૂરી તમામ ડોક્ટરો અને અન્ય સ્ટાફ મુકાશે કે કેમ એ પણ એક મૂંઝવતો પ્રશ્ન છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY