તિલકવાડા પોલીસે અલવા ગામે છાપો મારી 24 હજારના જુગાર સાથે નવ જુગારીયાને દબોચી લીધા 

0
37

રાજપીપળા : નર્મદા જિલ્લામાં ઘણા સમયથી દારૂ જુગાર બાબતે પોલીસ વડા કડક વલણ અપનાવે છે છતાં ક્યાંક ને ક્યાંક ખાનગીમાં જુગારીયાઓ આ વેપલો ચાલવતા જોવા મળે છે પરંતુ પોલીસ ને બાતમી મળતાજ રેડ કરી આ ધંધા બંધ કરાવાય છે ત્યારે ગુરુવારે બાતમીના આધારે તિલકવાડા પોલીસે પણ એક જુગાર ધામ પર છાપો મારી નવને ઝડપી લીધા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડા પોલીસે બાતમી મળતાજ અલવા ગામે જુગાર ના એક અડ્ડા પર રેડ કરી જુગાર રમતા નવ વ્યક્તિને ઝડપી લેતા બીજા જુગારીયાઓમાં ફફડાટ ફેલાયો હતો. અલવા ખાતે જુગારમાં પકડાયેલા નવ જુગારીયાઓમાં પ્રવિણ કાશીરામભાઈ તડવી,પરેશ વેચાભાઈ તડવી,સતીષ શનાભાઈ તડવી,કીરીટ કાંતિભાઇ તડવી,રાફુલ પ્રતાપભાઇ ભીલ,કિરણ ભીખાભાઇ ભીલ,નટુ ગોપાલભાઈ તડવી, કાશીરામ કાનજીભાઇ તડવી,રઘુરામ બાબુભાઇ તડવીને જુગાર રમતા રોકડ રૂપિયા 21,490/- અને મોબાઈલ મળી કુલ રૂપિયા 24,490/- ના મુદ્દામાલ સાથે તિલકવાડા પોલીસે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY