નર્મદામાં નાની ઉંમરે થતા પ્રેમ લગ્ન તથા છોકરીઓના વેચાણની બદી અટકાવવાબહેનોને જાગૃત થવા અપીલ

0
34

જિલ્લાભરમાંથી 250 મહિલાઓ ઉપસ્થિત.

મહિલા સામખ્ય સંસ્થા અને રાજપીપળા પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીનાં માધ્યમ દ્રારા આયોજિત

મહિલા સામખ્ય સંસ્થા અને રાજપીપળા પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી ના માધ્યમથી ખાસ મહિલાઓ માટે વર્કશોપનું આયોજન રાજપીપળા હરસિધ્ધિ માતા ના મંદિર ખાતે કરાયું હતું જેમાં ૨૫૦ જેટલા ગ્રામ્ય વિસ્તારના મહિલાઓ હાજર રહ્યા હતા.આ સંમેલનમાં મહિલાઓ માટે શિક્ષણ,આરોગ્ય, સ્વરોજગાર અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાઓની માહિતી અપાઇ હતી.

સમગ્ર વર્કશોપનું આયોજન જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાના માર્ગદર્શનથી યોજાયું હતું

જેમાં હાજર રહેલા રાજપીપળા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર રમેશભાઈ.એન રાઠવાએ નિર્ભયા સ્કવોર્ડ અંગે ખાસ માહિતી આપી હતી અને નાની ઉંમરે થતા પ્રેમ લગ્ન અટકાવવા તથા છોકરીઓના વેચાણની બદી અટકાવવા માટે માર્ગદર્શન પૂરું પાડી સમાજમાં ફેલાયેલા બદી અટકાવવા માટે બહેનોને જાગૃત થવા અપીલ કરી હતી.તો મહિલા સામખ્ય સંસ્થા દ્વારા મહિલા તથા બાળ સુરક્ષા અને સલામતી તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારોની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. ખાસ પોલીસ ઇન્સ્પેક્ટર રમેશભાઈ એન. રાઠવાએ લેભાગુ સંસ્થાઓ દ્વારા અપાતી લાલચવાળી સ્કીમથી દૂર રહેવા અપીલ કરી હતી.

આ વર્કશોપમાં મહિલા સામખ્ય ટીમનાં સ્ટેટ કન્સલ્ટ રમીલાબેન પારગી તથા ભાવનગર અને સુરતના સંકલનકાર શાંતાબેન પરમાર તથા મનિષાબેન પ્રજાપતિ તેમજ શ્રોફ ફાઉન્ડેશન સંચાલિત વિવેક તાલીમ સેન્ટર ના કૌશિક ભાઈ સહિત નર્મદા કચેરીના આરતીબેન તથા પ્રજ્ઞાબેન તથા હેતલબેન અને ફૂલવંતીબેન હાજર રહ્યા હતા.

ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY