રાજપીપળા શહેરમાં ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજનાના હપ્તા અટકતા લાભાર્થીઓ તકલીફમાં મુકાયા
કાચા ઘરને બદલે પાકું મકાન બનવવા ના સપના જોતા લાભાર્થીઓ નો એક હપ્તો આવ્યા બાદ મકાન તોડી નાખ્યું પરંતુ આગળના હપ્તા જમા ન થતા લોકો ઘર વિહોણા થઈ ગયા
એજન્સી અને પાલિકા દ્વારા આગળના હપ્તા માટેની જરૂરી કામગીરીનું લિસ્ટ ગાંધીનગર મોકલી આપ્યું હોવા છતાં હપ્તા અટકી જતા લોકો છત વગરના થઈ ગયા
રાજપીપળા : સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલી રહી હોય જેમાં કાચા મકાનને પાકા કરવા લોકોએ ફોર્મ ભર્યા જેમાં રાજપીપળા શહેરમાં પણ 150 જેવા ગરીબ લાભાર્થીઓ એ મકાન ની છત પાકી કરવા ફોર્મ ભર્યા તેમનો 30 હજારનો એક હપ્તો આવ્યો ત્યારબાદ નિયમ મુજબ બાંઘકામ શરુ કરે એ મુજબ જેતે એજન્સી ફોટા પાડી તેનો રિપોર્ટ તૈયાર કરી સરકારમાં મોકલે ત્યારબાદ બીજા હપ્તા લાભાર્થીઓના ખાતામાં જમા થાય પરંતુ એકાદ બે હપ્તા આયા બાદ અમુક લાભાર્થીના ફોટા પડ્યા એમનો રિપોર્ટ ઉપર ગયો હોવા છતાં ઘણા સમયથી હપ્તા નો એક પણ રૂપિયો લાભાર્થીના ખાતા માં જમા ન થતા મકાન ખુલ્લું કરી બેઠેલા લોકો રઝળતા થઈ ગયા છે ત્યારે તેના કરતા જૂનું કાચું મકાન સારું હતું એવી પણ વાતો લાભાર્થી કરે છે
જોકે મકાન પાકું કરવા માટે હપ્તા મુજબ સરકાર 3.50 લાખની સહાય આપતી હોય ત્યારે હજુ એકાદ બે હપ્તાની મામૂલી રકમ લાભાર્થીઓને મળી છે જેમાં કેટલાકે તો દાગીના ગીરવે મુક્યા કે અન્ય વ્યવસ્થા કરી મકાન ઉભું કર્યું ત્યારે હવે સરકાર માંથી હપ્તા ક્યારે આવશે એ રાહ જોઈ રહ્યા છે .શું આ વિકાસ છે કે લોકોને ઘર વિહોણા કરવાનું કાવતરું એ સવાલ હાલ લોકો કરી રહ્યા છે .
હપ્તા ન આવતા દાગીના ગીરવે મુકવા પડ્યા ઉપરથી ભાડાના મકાનનું ભાડું ભરવું પડે છે : રાજુભાઈ (લાભાર્થી )
રાજપીપળા બજારમાં રહેતા રાજુભાઈ નામના એક લાભાર્થી એ જણાવ્યું કે અમે સરકારના ભરોસે ઉછીના પૈસા લાવી મકાનનું કામ શરુ કર્યું તેના ફોટા પણ પાડ્યા પરંતુ એક 30 હજારનો હપ્તો આવ્યા બાદ બીજા હપ્તા ન આવતા લોકો પાસે લીધેલા રૂપિયા વાયદા મુજબ પરત કરવા દાગીના ગીરવે મુકવા પડ્યા ત્યારે સરકાર ક્યારે હપ્તાની રકમ આપશે અમારે તો આગળનું કામ પણ અટકી પડ્યું છે હાલ ભાડાના મકાનમાં રહી ભાડું ભરીએ છીએ ઉપરથી દાગીનાનું વ્યાજ ચૂકવવું પડે છે.માટે સરકાર જલદી હપ્તાની રકમ છુટી કરે તો સારું
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




