મિલકત વેરા, પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકીંગ બાદ હવે રાજપીપળા પાલિકા દ્વારા બેન્કો પર કેવી તવાઈ…? વાંચો અહેવાલ

0
51

નગર પાલિકા દ્વારા કેટલીક બેન્કોને પાર્કિંગ વ્યવસ્થા બાબતે નોટિસ ફટકારાઈ

રાજપીપળાની એક્સિસ બેંક,બીઓબી બેંક,નાગરિક બેંક ,એચડીએફસી બેંક સહિતની કેટલીક બેંકને પાર્કિંગ સુવિધા બાબતે ચીફ ઓફિસરે નોટિસ ફટકારી 

રાજપીપળા : રાજપીપળા શહેરમાં મિકતદારોના બાકી વેરાની નોટિસ બાદ સીલ મારવા સહિતની કડક કામગીરી કરાઈ બાદ લાખોનો બાકી વેરો જમા થયો ત્યારબાદ પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકીંગ અભિયાનમાં વેપારીઓને કડક સૂચના અને હાલ શહેરની કેટલીક બેન્કોને પાર્કિંગ વ્યવસ્થા બાબતે ચીફ ઓફિસર અમિત પંડ્યાએ નોટિસ આપતા લોકોને એક બાદ એક ઝાટકા મળતા ભારે ફફડાટ ફેલાયો છે જોકે નિયમોનું પાલન નહીં કરનાર સામે ચીફ ઓફિસરની આવી કડક કામગીરી થતા પાલન કરનારા વેપારીઓ કે ગ્રામજનો આ કામગીરીથી ખુશ જરૂર થયા છે.

ચીફ ઓફિસર અમિત પંડ્યાએ જણાવ્યું હતું કે અમુક બેંકોમાં નિયમોનુસારની પાર્કિંગની વ્યવસ્થા જણાતી નથી. જેથી જાહેર રસ્તા ઉપર બેન્કોમાં જતા ગ્રાહકો દ્વારા ગેરકાયદેસર ગમે તેમ પાર્કિગ કરવામાં આવે છે જેના કારણે રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા થાય છે અને અકસ્માત થવાનો ભય પણ રહે છે.જેથી કાયદો અને વ્યવસ્થા જળવાય એ માટે અમે બેન્કોને નોટિસ આપી નોટીસ મળેથી આપના ગ્રાહકોના વાહનોના પાર્કિગ આપની હદમાં થાય તેમ વ્યવસ્થા કરી પાલિકામાં લેખિતમાં જાણ કરવા જણાવ્યું છે. અને જો આ આમ નહીં થાય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ચીમકી નોટિસમાં આપવામાં આવી છે.

પાલિકાની નોટિસ બાદ હાલ બેન્કના અધિકારીઓ હવે બેંક પાસે પાર્કિંગ વ્યવસ્થા ક્યાં અને કઈ રીતે કરવી એ બાબતે મૂંઝવણમાં મુકાયા છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY