ચોકીદાર તો અંબાણીના ઘરે જોવા મળે : રાહુલ ગાંધી

0
6

વાલોડ તાલુકાના તિતવા ગામે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ચૂંટણી સભા સંબોધી
સુરત, તા.૧૯
તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં તિતવા ગામે આજે બપોરે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા જાહેર સભા સંબોધી મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા ગરીબો કે ખેડૂતોના ઘરે નહી, પરંતુ અંબાણીના ઘરે ચોકીદાર જાવા મળે છે. એવું જણાવ્યું હતું.
લોકસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્ના છે ત્યારે ચૂંટણી પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આજે વાલોડ તાલુકાના તિતવા ગામે જાહેરસભા સંબોધી હતી. આ સ્થળ બારડોલી નવસારી અને વલસાડ લોકસભા વિસ્તારમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પદાધિકારી તથા મતદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા. બપોરે ધોમધમતા તાપમાં પણ વિશાળ જનમેદની રાહુલ ગાંધીને સાંભળવા આવી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના વકતવ્યમાં મોદી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ મોદીને આડેહાથ લેતા રહ્નાં હતું કે, ચોકીદાર ચોર તો છે જ પણ હવે અંબાણીના ઘરે જાવા મળે છે. ગરીબો કે ખેડૂતોના ઘરે કયારે ચોકીદર દેખાતા નથી. પ્રધાનમંત્રી મોદીની યોજનાઓ અને વાયદાઓ અંગે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મોટા મોટા વાયદાઓ આપી દીધા જેમાંથી કશું જ મળ્યું નથી. રાહુલ ગાંધીએ વધુમાં કહ્નાં કે, અગાઉ ૧૫ લાખ રૂપિયા લોકોના ખાતામાં આપવાની વાતો કરી હતી, પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં એક રૂપિયો પણ આવ્યો નથી. નોટબંધી કરવાની સાથે ગબ્બરસિંહ ટેક્સ લગાવી દેનારા મોદીએ ગરીબો/નાના વેપારીઓ અને ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. અમારી સરકાર બનશે એટલે અમે આપેલા એક એક વાયદાઓ પૂરા કરીશું અને લોકોના ખાતામાં સીધા જ ૭૨ હજાર જમા કરાવીને ગરીબોને સાચા અર્થમાં મદદ કરીશું. અને દર વર્ષે ગરીબોના એકાઉન્ટમાં ૭૨ હજાર રૂપિયા કોંગ્રેસની સરકાર જમા કરાવશે. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી જાહેરસભાના મંચ પર આવી પહોંચતા બારડોલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડો. તુષાર ચૌધરી, સુરતના વરિષ્ઠ કોંગી નેતા તથા માજી મેયર કદીર પીરઝાદા સહિતના અગ્રણીઓએ પુષ્પમાળાથી રાહુલ ગાંધીનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY