જંગ એ ગુજરાતના અહેવાલનો પડઘો….તાત્કાલિક સફાઈ કરાઈ 

0
1075

રાજપીપળા શહેરમાં ગંદકી બાબતે પાલિકા તંત્ર જાગ્યું તાત્કાલિક સફાઈ ટિમો લગાવી સફાઈ શરુ થઈ 

જંગ એ ગુજરાતના અહેવાલ બાદ પાલિકા સફાઈના ત્રણ સુપરવાઈઝરો ટિમ સાથે દોડતા થયા બાદ નજર સમક્ષ સફાઈ કરાવાઈ

રાજપીપળા : રાજપીપળા શહેરમાં ચારેબાજુ ગંદકીના કારણે શહેર જાણે નરકાગાર બની ગયું હોય અને રોગચાળો ફાટે તેવી દહેશત જોવા મળી હતી જોકે તેનું કારણ લગ્ન સિઝનમાં રજા ઉપર ગયેલા કેટલાક કર્મચારીઓ હતા પરંતુ અતિશય ગંદકી બાદ લાલ ટાવર પાસે રહેતા એક જાગૃત નાગરિક રાજેન્દ્રસિંહ રાઉલ એ આરોગ્ય વિભાગને આ માટે લેખિત રજુઆત કરી એ બાબતનો અહેવાલ જંગ એ ગુજરાતે ઉભરાતી કચરાપેટી સાથે પ્રસિદ્ધ કરતાજ પાલિકા સત્તાધીશો એ લાલ આંખ કરી સફાઈ સુપરવાઈઝરોને દોડતા કરતા મંગળવારે સવારે આ અહેવાલ બાદ તાત્કાલિક ત્રણ સફાઈ સુપરવાઈઝરો સફાઈ ટિમ અને કચરો ભરવાના વાહનો સાથે દોડતા થયા ત્યારે મોટાભાગના અતિશય ગંદા વિસ્તારોની સફાઈ થઈ હતી જોકે હજુ પણ વૈષ્ણવ સમાજના શ્રીનાથજી મંદિર પાસે ગંદકી બાબતેના ફોટા જંગ એ ગુજરાતના રાજપીપળાના પ્રતિનિધિ પર લોકોએ મોકલી ત્યાંની સ્તિથીની જાણ કરી હતી ત્યારે એ માટે અમારા પ્રતિનિધિએ સફાઈ સુપરવાઈઝર સાથે ટેલિફોનિક વાત કરી તેમનું ધ્યાન દોર્યું હતું એ પણ તાત્કાલિક સફાઈ કરાઈ હતી આમ જંગ એ ગુજરાત ના ચીફ રિપોર્ટર ભરત શાહ હંમેશા લોકોની સમસ્યા અને તંત્રની આળસુ કામગીરી કે દરેક સમાજના લોકોના પ્રશ્નો હલ કરવા પ્રયાસ કરતા આવ્યા છે અને કરતા રહેશે હાલ તો રાજપીપળા શહેરના અતિશય ગંદકી વાળા વિસ્તારોમાં સફાઈ અભિયાન શરુ થયું છે પરંતુ હજુ નિયમિત સફાઈ બે ત્રણ દિવસ બાદ લગ્નમાં ગયેલા સફાઈ કામદારો હાજર થશે ત્યારેજ થશે એમ જાણવા મળ્યું છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY