ભારતનૅટ દ્વારા ગામોમાં ૨૦૨૦ના માર્ચ સુધી ફ્રી વાઇફાઇ અપાશે

0
1

રેવાડી,તા.૨૬
દૂરસંચાર તેમ જ માહિતી તંત્રજ્ઞાન ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ભારતનૅટ દ્વારા દેશભરના ગામડાંને અપાતી વાઇફાઇ સેવા ૨૦૨૦ના માર્ચ સુધી નિઃશુલ્ક અપાશે. તેમણે જણાવ્યું હતું કે અમે ભારતનૅટ ઑપ્ટિકલ ફાઇબર નૅટવર્ક દ્વારા ૧.૩ લાખ ગ્રામ પંચાયતને જોડી છે અને કુલ અઢી લાખ ગ્રામ પંચાયતને આ સુવિધા આપવાનું લક્ષ્ય ધરાવીએ છીએ.
કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે અમે ભારતનૅટ દ્વારા જોડાયેલા બધા ગામને ૨૦૨૦ના માર્ચ સુધીમાં ફ્રી વાઇફાઇ સેવા આપીશું. ભારતનૅટ પ્રૉજેક્ટ હેઠળ હાલમાં જોડાયેલા ૪૮,૦૦૦ ગામને વાઇફાઇ સેવા અપાય છે.
દૂરસંચાર તેમ જ માહિતી તંત્રજ્ઞાન ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે બુધવારે જણાવ્યું હતું કે બધા કૉમન સર્વિસ સૅન્ટર બૅક્નિંગ સેવા પણ પૂરી પાડશે. હરિયાણામાં આવા ૧૧,૦૦૦ કૉમન સર્વિસ સૅન્ટર છે અને વધુ ૬૫૦ શરૂ કરાશે.
કૉમન સર્વિસ સૅન્ટર ઇ-ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ ગ્રામીણ, ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ વિલૅજ પ્રૉજેક્ટનો અમલ કરાવી રહી છે અને બૅક્નિંગ, વીમા, પેન્શન જેવી સુવિધા ઘરઆંગણે ઉપલબ્ધ કરાવાઇ રહી છે. આવા ગામોમાં એલઇડી ઍસૅમ્બલી યુનિટ, સૅનિટરી નૅપકિન યુનિટ, કાગળની થેલી બનાવવા માટેના એકમ અને ગ્રામીણ બીપીઓ શરૂ કરાવીને યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY