રાજપીપળામાં અંદાજે ત્રણેક હજાર જેવા બીપીએલ અને અંત્યોદય કાર્ડ હશે જેનો જો સર્વે કરાય તો પચાસ ટકા ઉપરના કાર્ડ રદ થાય તેવી સંભાવના
રેશનકાર્ડ પર મામૂલી કિંમતે અનાજ મેળવી ચાર ઘણા ભાવે અન્ય વેપારીઓને વેચી મારી રોકડી કરતા ગ્રાહકોના કાર્ડ રદ કરવા જોઈએ
હાલ રમઝાન મહિનામાં રેશન કાર્ડ પર મળતા અનાજની કિંમત ઊંચી મળતા પુરવઠા દુકાન બહાર જ અમુક વેપારીઓ કે દાન કરનાર મહિલાઓ કાર્ડ ધારકની રાહ જોઈ ઉભા હોય છે
રાજપીપળા : રાજપીપળા શહેરમાં રેશનકાર્ડ ઉપર અનાજ લઈ ઊંચી કિંમતે વેચી દેતા કાર્ડધારકોની સંખ્યા હાલ વધી છે ત્યારે લાગવગ કે પૈસા ના જોરે બીપીએલ કે અંત્યોદય કાર્ડ કઢાવી બેઠેલા આવા ગ્રાહકોના કાર્ડ રદ કરવા જોઈએ
હાલ રમઝાન માસ ચાલી રહ્યો હોય આવા કોઈ પણ હિન્દૂ મુસ્લિમ ના તહેવારોમાં ગરીબોને દાન કરી પુણ્ય કમાતા લોકો દાન તો કરે છે પણ પોતે મોંઘુદાટ અનાજ ખાતા હોય ગરીબોને રેશનકાર્ડ પર મળતા અનાજં દાન કરી ભગવાનને પણ છેતરતા હોય એમ લાગી રહ્યું છે જોકે આમ તો બારેમાસ આ રીતે કાર્ડ ઉપર અનાજ લઈ ઉંચી કિંમતે વેંચી મારતા અમુક ગ્રાહકોની સંખ્યા હાલ બમણી થઈ છે ત્યારે અગાઉના વર્ષોમાં લાગવગ કે પૈસાના જોરે અમુક અમીરોના પણ બીપીએલ કે અંત્યોદય કાર્ડ નીકળ્યા હતા એમાંથી ાલ મોટાભાગના કાર્ડ ધારકો તેમના કાર્ડ પરનું અનાજ સરકારી મામૂલી ભાવે ખરીદી ચાર થી પાંચ ઘણા ભાવે વેચી મારતા હોય ત્યારે આવા ગ્રાહકો કેટલા છે એ બાબતે પુરવઠા વિભાગે સર્વે કરી એમના કાર્ડ એપીએલ માં તબદીલ કરી નાખવા જોઈએ કેમકે હજુ અમુક વિધવા મહિલાઓ કે અન્ય ગરીબ પરિવારો એવા છે કે એમને કાર્ડ ઉપર અનાજ મળતું નથી અને બીપીએલ કે એપીએલ કાર્ડ કાઢવવા બહુ માથાકૂટ બાદ પણ કઈ થતું નથી .
ઓનલાઇન માં કાળા બજારનો વેપલો બંધ થતા મોટા ભાગના પુરવઠાના દુકાનદારોજ ગ્રાહકના બીલો ફાડી ઊંચી કિંમત આપી અનાજ ખરીદી લેતા હોય છે ત્યારે અમુક ગ્રાહકો બહારના વેપારીઓને વેચી રોકડી કરતા હોય તંત્રએ આવા ગ્રાહકો ના કાર્ડ ની તપાસ કરી રદ કરવા જોઈએ અને ખરેખર જરૂરિયાતમંદ પરિવારો ને અનાજ મળે એ બાબતે પગલાં લેવા જોઈએ એવું એક ગ્રાહકે ઓફ ધ રેકોર્ડ વાત કરતા જણાવ્યું હતું .
રાજ્ય લેવલે કામગીરી સોંપાય તો ચોક્કસ આવા કાર્ડ રદ થાય : વિપુલ મકવાણા (ના.મામલતદાર,પુરવઠા)
નાંદોદ પુરવઠાના ના.મામલતદાર વિપુલ મકવાણા એ આ બાબતે જણાવ્યું કે મારા વખતમાં કોઈ ખોટા કાર્ડ બન્યા નથી અગાઉના હોય તો મને ખબર નથી પરંતુ આ રીતે અનાજ વેચી દેતા હોય એવા ગ્રાહકોની રાજ્ય લેવલે ઝુમ્બેશ ચાલુ કરાય અને અલગ અધીકારીઓ મુકાય તો સર્વે કરી આવક ગ્રાહકોના કાર્ડ રદ કરી શકાય અને ખરેખર જેને જરૂરિયાત છે તેવા પરિવારો ને લાભ મળે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



