રાજપીપળા : નાંદોદ તાલુકા સિસોદરા ના પિતા પુત્ર કાર લઈને રાજપીપળા આવતા હતા ત્યારે રસ્તામાં અકસ્માત થયો જેમાં પિતાનું મોત થયું અને પુત્ર હાલ સારવાર હેઠળ છે.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સિસોદરા ગામના પ્રદીપ મૂળજી પટેલ પોતાના પુત્ર નિસર્ગને સાથે લઈને પોતાની સ્વીફ્ટ ગાડીમાં રાજપીપળા આવી રહ્યા હતા ત્યારે પ્રદીપ પટેલનો સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની બાજુમાં ઉતરી પડી હતી.અને પલ્ટી ખાઈ સીધી કાર એક ઝાડ સાથે અથડાઈ હતી, જેમાં બંને પિતા પુત્ર ગંભીર રીતે ઘવાયા હતા. જેમને તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા જ્યા પિતા પ્રદીપ પટેલનું ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું જ્યારે 18 વર્ષીય પુત્ર નિસર્ગ હાલ વડોદરા ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ લઇ જવામાં આવ્યો છે.આ બાબતની રાજપીપળા પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



