નર્મદા જિલ્લામાં ત્રીજા દિવસે ગામેગામ પરિભ્રમણ કરતી એકતા રથયાત્રામાં સૌએ સરદાર પટેલની લઘુફિલ્મ નિહાળી

0
30

રથયાત્રા દરમિયાન સાહિત્ય વિતરણ, ફિલ્મ નિદર્શન, કૃષિ શિબિર સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયાં

રાજપીપળા : નર્મદા જિલ્લામાં આગામી તા. ૩૧ મી ઓક્ટોબર, ૨૦૧૮ ના રોજ કેવડીયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાના થનારા લોકાર્પણની સાથે લોકચેતનાની શક્તિને જોડવા માટે તા.૨૦ મી ઓક્ટોબર, ૨૦૧૮ ના રોજ નાંદોદ પ્રાંત વિસ્તારમાં ગરૂડેશ્વર તાલુકાના વેલછંડી ગામેથી પ્રારંભાયેલી એકતા રથયાત્રા તેના નિર્ધારીત રૂટ મુજબ આગળ વધી રહી છે. જેનું આજે ત્રીજા દિવસે ગરૂડેશ્વર તાલુકાના સાંજરોલી, અકતેશ્વર વગેરે ગામોએ ઉષ્માભેર સ્વાગત બાદ ગરૂડેશ્વર આવી પહોંચતા ગરૂડેશ્વરના સરપંચ બાબુભાઇ બી. વાા, વકીલ પ્રવિાઇ પરમાર, ગામ અગ્રણીઓ મનોજભાઇ અગ્રવાલ, ભરતભાઇ વાળા, શાળાની બાળાઓ તથા ગામની મહિલાઓ વગેરે રથને કંકુ ચાંદલો કરી સ્વાગત કર્યું હતું. સરપંચ બાબુભાઇ વસાવાએ સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કર્યા બાદ શાળાની બાળાઓએ પ્રતિમાને કુમકુમ તિલક કરી ફુલોથી વધામણા કર્યા હતાં.

ગરૂડેશ્વર ખાતે રથના ટીવીમાં સૌએ સરદાર પટેલની લઘુફિલ્મ નિહાળી હતી અને ગરૂડેશ્વર ખાતેનો કાર્યક્રમ સમાપન થતા સરપંચ બાબુભાઇ વસાવાએ ઝંડી ફરકાવી રથને ગભાણા ખાતે જવા રવાના કર્યો હતો. ગભાણામાંથી કોઠી, કેવડીયા, ભુમલીયા, આમદલા, ગાડકોઇ, ધામદ્રા, છીંડીયાપુરા, ઝરીયા, વાડી, ઉંડવા, સમશેરપુરા થઇને નઘાતપોર ગામે રથ આવી પહોંચ્યો હતો. નઘાતપોર પ્રાથમિક શાળા ખાતે રથનું સ્વાગત કરી સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે યોજાયા હતાં.

આવી જ રીતે તા. ૨૦ મી એ સાગબારા તાલુકાના ગોડદા ગામેથી દેડીયાપાડા પ્રાંત વિસ્તારમાં પરિભ્રમણ અર્થે રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યા બાદ આજે ત્રીજા દિવસે નાના ડોરઆંબા, બોદવાવ, મકરાણ વગેરે ગામોએ પરિભ્રમણ કરી રથ મોવી ખાતે આવી પહોંચ્યો હતો. ગામે ગામ ઉષ્માભર્યા સ્વાગત બાદ મોવી ખાતે રાત્રિ રોકાણ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY