મુંબઈ,તા.૨૦
એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન-ઇપીએફઓના ધારકોને ટૂંકમાં ઇક્વિટીમાં વધુ રોકાણનો વિકલ્પ મળે તેવી શક્યતા છે. કેન્દ્રના શ્રમ વિભાગના જણાવ્યા પ્રમાણે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન ખાતાધારકને નિવૃત્તિ ભંડોળમાંથી ઊંચું વળતર મેળવવા શેરમાં વધુ રોકાણ કરવાની મંજૂરી આપવા બાબતે ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે.
નોંધનીય છે કે આગામી ર૬ જૂને ઇપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક મળનાર છે. બેઠકમાં ઇક્વિટીમાં રોકાણની ૧પ ટકાની મર્યાદા વધારવાની દરખાસ્ત કરવામાં આવી શકે છે, જાકે ઇપીએફઓના આ નિયમમાં કોઇ પણ પ્રકારના ફેરફાર માટે નાણાં વિભાગે નવી રોકાણની પદ્ધતિને નોટિફાઇ-સૂચિત કરવી પડશે.
નોંધનીય છે કે શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી સ્ટેડી ચાલ જાવા મળી રહી છે. નિફ્ટી ૧૦,૭૦૦ની નજીક ૧૦,૭૧૦ની સપાટીએ બંધ જાવાઇ છે. બજારમાં રોકાણનો અભાવ જાવા મળી રહ્યો છે.
આવા સંજાગોમાં ઇપીએફઓ ઇક્વિટીમાં રોકાણ વધારવાનો નિર્ણય લેશે તો ઇક્વિટી બજારમાં વધુ મૂડી ઠલવાશે, જેના પગલે શેરબજારને સપોર્ટ મળશે. નોંધનીય છે કે ઇપીએફઓ પાસે પાંચ કરોડથી વધુ ખાતાધારકો છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




