નર્મદા એલસીબીનો સપાટો…ગરુડેશ્વર પો.સ્ટે.વિસ્તાર માંથી ૧.૪૨ લાખનો દારૂ ઝડપી પાડ્યો

0
12

નર્મદા જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા માટે નર્મદા પોલીસની કડક કામગીરીથી બૂટલેગરોમાં ફફડાટ

રાજપીપળા : નર્મદા જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા માટે જીલ્લા પોલીસ વડા હિમકર સિંહના કડક નિર્દેશોનાં પગલે નર્મદા એલ.સી.બી.ટીમે જીલ્લામાં પ્રોહીબીશનના ગેરકાયદેસર વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ અંગે ગુપ્ત બાતમી મેળવીને ગરૂડેશ્વર પો.સ્ટે.વિસ્તારમાં નાકા બંધી દરમ્યાન સીલ્વર કલરની સ્કોર્પીઓની આગળ એક બુલેટ ચાલક પાયલોટીંગ કરી લાવતા તેને રોકી અને પાછળની સ્કોર્પીયો ગાડીને રોકી ચેક કરતા તેમાં બીયર ટીન પેટી નંગ-૫૯ તથા છુટા બીયર ૧૩ મળી કિલ્લ બીયર ટીન- ૧૪૨૯ કિ.રૂ.૧,૪૨,૯૦૦/- નો દારૂ બિયરનો જથ્થો તથા સ્કોર્પીય ગાડી-૧ કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- બુલેટ-૧ કિ.રૂ.૭૦,૦૦૦/- મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ. ૪૫૦૦/- મળી કુલ્લે કિ,રૂ. ૫,૧૭,૪૦૦/-ના મુદ્દામાલ સાથે કબજે કરીને આરોપી પૈકી (૧) ફોજજખાન લાલમહંમદ ઘોરી રહે. રાજપીપળા સીંધીવાડ (૨) ભદ્વેશભાઇ દિનેશભાઇ પટેલ રહે. પોઇચા ડેરી ફળીયુ, તા.નાંદોદ (૩) શાહરૂખ ફેઝલ શેખ રહે.બાવાગોર ટેકરી રાજપીપળાને અટક કરી બીજા ચાર આરોપીઓ વોન્ટેડ આરોપીઓના નામો ખોલી આગળની વધુ કાર્યવાહી કરવા માટે ગરૂડેશ્વર પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY