રાજપીપળા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીના મૃત્યુ બાદ હપ્તા માટે ધક્કા ખાતું પરિવાર  

0
9

એજન્સી મારફતે મૃતકની અને નોમિનીની ડિટેઇલ આપવા છતાં સેન્ટ્રલ માંથી સમયસર અપડેટ ન થતા મકાન ખુલ્લું કરી બેઠેલી વિધવા મહિલાઓને હપ્તા માટે ધક્કા 

રાજ્યના ઘણા જિલ્લામાં આવી તકલીફ છતાં સેન્ટ્રલ કચેરી ગંભીર ન બનતા પતિ કે પિતાના મૃત્યુ બાદ સહાય મેળવવા ધક્કા ખાતા લાભર્થીઓ 

રાજપીપળા : સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં છે અને આ યોજના ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ છે પરંતુ પીએમ મોદીની માફક યોગ્ય અને ઝડપી કામ કરવા વર્ષો બાદ પણ અમુક સરકારીબાબુઓ ટેવાયા નથી પગાર લઈ પોતાની ફરજ પર યોગ્ય કામ નહિ કરતા આવા અમુક સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ ને હજુ આળસ ખંખેરવા પીએમ એ પગલાં લેવા પડશે .

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ચાલતી પ્રધાન મંત્રી આવાસ યોજના માં રાજપીપળા શહેરમાં પણ ગત વર્ષે ઘણા લોકોના આવાસ ના ફોર્મ મંજુર થયા તેમના હપ્તા પણ આવ્યા પરંતુ તે પૈકી અમુક લાભાર્થીઓ મૃત્યુ પામ્યા જેથી તેમના બેંક ખાતા માં જમા થતા સહાયના હપ્તા માટે ેમના પરિવારના મુખ્ય સભ્ય ની વિગતો જેતે એજન્સી ને આપવામાં આવી જેમાં મૃતક લાભાર્થી ના મરણનો દાખલો તેમજ તેમના નોમિની ની બેંક ની વિગતો સહિતની જરૂરી ડિટેઇલ આપવા છતાં ત્રણ ચાર મહિના થવા છતાં હજુ સુધી આગળના બાકી હપ્તાની રકમ આવા મૃતક લાભાર્થીઓના પરિવાર ને ન મળતા કોઈક ના પિતા તો કોઈકના પતિ ના મૃત્યુ બાદ હપ્તા માટે અનાથ કે વિધવા પરિવારના સભ્યો ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે આ યોજના જેતે પાલિકા હસ્તક હોય પાલિકા કર્મચારી એ કામ કરતી એજન્સીના કર્મચારી ને પૂછતાં એમ જાણવા મળ્યું કે અમે મૃતક લાભાર્થીઓના તમામ પુરાવા અને વિગતો ઉપર મોકલી છે પરંતુ આ કામગીરી સેન્ટ્રલ લેવલે થતી હોય ત્યાંથી અપડેટ થશે ત્યારેજ હપ્તા જમા થશે ત્યારે વધુમાં એમ પણ જાણવા મળ્યું કે આ ફક્ત રાજપીપળા શહેરની તકલીફ નથી અન્ય ઘણા શહેરોમાં મહિનાઓ થવા છતાં આવા લાભાર્થીઓ ની તકલીફ નો અંત આવ્યો નથી ત્યારે એ ક્યારે સેન્ટ્રલ કચેરી માંથી અપડેટ થશે અને ક્યારે મૃતક ના પરિવારો ને બાકીના હપ્તાની રકમ મળશે એ તો એજન્સી પણ યોગ્ય સમય આપી શકે એમ નથી હાલ આવા લાભર્થીઓ ના પરિવારજનો ચોમાસુ નજીક હોય મકાનો ખુલ્લા કરી બેઠા હોય તેમને હપ્તાની જરૂર હોવા છતાં ધક્કે ચઢ્યા છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY