વિશ્વના વિવિધ દેશોના એમ્બેસીસ સાથે સપ્ટેમ્બર માં અને 31 ઓક્ટોબરે યુદ્ધના ધોરણે ચાલતી કામગીરી માટે આવશે
વડાપ્રધાનની મુલાકાતને લઇ કર્મચારીઓની રજા કેન્સલ થઇ ગઈ અને દિવાળી પણ બગડશે
રાજપીપળા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેકટ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આગામી 31 ઓક્ટોબરે એક વર્ષ પૂર્ણ થશે. ત્યારે 31 ઓક્ટોબર 2019 ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવશે અને એક વર્ષમાં કેટલો વિકાસ થયો એ નિહાળશે આ તારીખ ફાઇનલ થઇ ગઈ છે. પરંતુ દિલ્હી ખાતે વિવિધ દેશોની એલચી કચેરીના રાજદૂતો સાથે વડાપ્રધાન નરેદ્ર મોદી કેવડિયા આવવાના હોય એવી શક્યતાઓ છે. હજુ તારીખ ફાયનલ નથી થઇ પરંતુ નર્મદા િલ્લાી મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે વાર આવશે જેને લઈને આધિકારીઓને સ્ટેન્ડ બાયનો ઓર્ડર મળી ગયો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીને 7 મહિના થયા 17 લાખ જેટલા પ્રવાસીઓ આવી ગયા છે અને જેના થકી સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ ને 38 કરોડ થી વધુની આવક થઈ છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાએ પ્રથમ વર્ષ માં ખૂબ વિકાસ કર્યો અને આજે નર્મદા જિલ્લો એ પ્રવાસીઓનું સૌથી મોટું સ્થળ બની ગયું છે. ત્યારે એક વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, સાથે કેન્દ્રીય મંત્રીઓ મુખ્ય મંત્રીઓ હાજર રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ ફ્લાવર્સ ઓફ વેલી, સહિત પ્રવાસીઓ માટે જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી.પરંતુ હવે જ્યારે એક વર્ષ પૂર્ણ થશે ત્યારે. એ પહેલાં અહીંયા નેશનલ એનિમલ સફારી પાર્ક, ઝરવાણી માં એડવેન્ચર, સ્પા, સહિત વોટર ફોલ બ્યુટીફીકેશન, ચિલ્ડ્રન ટ્રેન, મિરર હાઉસ, કેપ્સુલ બોટ, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન સહિતના 7 પ્રોજેક્ટોનું લોકાર્પણ કરવામાં આવશે. જે અંગેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આમ નરેદ્ર મોદીની મુલાકાત ને લઈને વહીવટી તંત્ર એલર્ટ થઇ ગયું છે. અને યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




