મુંબઇમાં દરરોજ સાત ખેડૂત આત્મહત્યા કરે છે..!!

0
6

મુંબઇ,તા.૧૨
મહારાષ્ટ્રમાં ૨૦૧૯ના પહેલા ચાર મહિનામાં ૮૦૮ ખેડૂતની આત્મહત્યા નોંધાઈ હતી, જે જાતા દર્રોજ સાત ખેડૂતો પોતાનું જીવન ટૂંકાવી દે છે. ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન ૮૯૬ ખેડૂતે આત્મહત્યા કરી હતી, તે જોતા આ વર્ષે ૮૮ આત્મહત્યાના કેસ ઓછા નોંધાયા છે. મુખ્ય પ્રધાનના પોતાના પ્રાંત વિદર્ભમાં ૩૪૪ ખેડૂત મરાઠવાડા જ્યાં સખત પાણીની તંગી છે ત્યાં ૨૬૯ ખેડૂત, ઉત્તર મહારાષ્ટ્રમાં ૧૬૧ ખેડૂત અને પશ્રિ્‌ચમ મહારાષ્ટ્રમાં ૩૨ ખેડૂતે જીવન ટૂંકાવ્યા છે. ૨૦૧૮-૨૦૧૯નું વર્ષ રાજ્ય માટે ખૂબ જ કઠિન સાબિત થઈ રહ્યુ છે. ઓછા વરસાદને લીધે પાણીની તંગી અને ઓછા પાકની સમસ્યા ખેડૂતોને સતાવી રહી છે.
ખેડૂતોના જણાવ્યા અનુસાર વરસાદમાં વિલંબ થતા સ્થિતિ વધારે વણસી રહી છે. સૌથી મોટી સમસ્યા પાણી અને ચારાની છે. આવતા વર્ષના પાક માટેની વાવણી પણ ચિંતાનો વિષય છે. દૂધનું ઉત્પાદન પણ ઘટી રહ્યુ છે. જોકે રાજ્ય સરકારના દાવા અનુસાર તેમની પાસે પૂરતા પ્રમાણમાં પાણી અને ચારાની વ્યવસ્થા છે. જોકે જગતનો તાત આભ સામે જોઈને બેઠો છે અને સારા વરસાદની પ્રાર્થના કરી રહ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY