રાજકોટ,
રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવાના માલીયાસણ ગામ નજીક પૂરપાટ આવી રહેલા ડમ્પરના ચાલકે માલધારીના ૭૦ જેટલા ઘેટા-બકરાને અડફેટે લીધા હતા. ઘેટા-બકરાને ઠોકરે લીધા બાદ ડમ્પર પલટી ખાઈ જતાં આ દુર્ઘટનામાં ૨૦થી વધુ ઘેટા-બકરાના મોત થયા હતા. જ્યારે ૧૫ થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઇ જતાં રોડની બન્ને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી. પોલીસે સ્થળ પર દોડી જઇ નશાખોર ડમ્પર ચાલકની અટકાયત કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
અકસ્માતના અંગે માલધારી ના જણાવ્યા મુજબ તે ઘેટા-બકરાને ચરાવીને પરત જઇ રહ્યો હતો. ત્યારે અમદાવાદ તરફથી પુરઝડપે આવી રહેલું ડમ્પર ઘેટા-બકરાના ટોળા પર ફરી વળતા નિર્દોષ પશુઓના મોત થયા હતા. તેમજ અનેક ઘેટા-બકરાં ગંભીર રીતે ઘવાયા હોવાથી પશુ ડોકટરને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો. ડમ્પર રેતીથી ભરેલું હતું અને તેનો ચાલક જ ચિક્કાર નશામાં ધૂત હોવાનું ખુલ્યું હતું. જા કે આ ઘેટાં-બકરા વચ્ચે ન હોત તો આ ડ્રાઈવર દ્વારા મોટી જાનહાની સર્જાવાની શક્્યતા હતી.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


