જય જવાન નાગરિક સમિતિ દ્વારા તા.૧૨’મી સહાય અર્પણ સમારંભ

0
12

શહીદ વીર જવાનોના પરિવારોને સહાયના ચેક અર્પણ કરાશે
સુરત, તા.૯
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા ગત તા.૧૭મી ફેબ્રુઆરીએ ૬૧મો સમૂહ લગ્ન યોજાયો હતો. જેમાં વર કન્યા પક્ષ તથા અન્ય લોકો તરફથી કુલ ૬૫ લાખનું દાન મળ્યું હતું. જય જવાન નાગરિક સમિતિને ત્યારબાદ પણ રૂ.૨૨ લાખનું મળતાં આંક્ડો રૂ.૮૬ લાખ થયો હતો.
સમિતિના ટ્રસ્ટી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું કે, તેમાંથી ૪૪ લાખ પુલવામાં હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને તેમના ઘરે જઈને પરિવાર દીઠ રૂ.૧-૧ લાખ આપવામાં આવ્યા છે. હવે તા.૧૨મી મે રવિવારે સીમાડા નાકા વ્રજ ચોક ખાતે હરિકૃષ્ણ કેમ્પસમાં રાત્રે ૯ વાગ્યે સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન કરાયું છે. જેમાં પુલવામાં બાદ શહીદોને વહોરેલા ૨૨ જવાનોના પરિવારોને રૂ.૨-૨ લાખની આર્થિક સહાય આપીને સન્માનિત કરવામાં આશે. દાનના પ્રવાહના કારણે સહાયની રકમ રૂ.૩ લાખ સુધી પણ પહોંચવાની સંભાવના છે. આ કાર્યક્રમમાં ગુજરાતના શૌર્યચક્ર સન્માન પામેલા બહાદુર જવાન લિલેશભાઈ રાઠવાનું વિશેષ સન્માન કરવામાં આવશે. પાસ ધારકો જ કાર્યક્રમમાં આવી શકશે. પાસ મેળવવા માટે જય જવાન નાગરિક સમિતિ, કાર્યાલય મીની બજાર ડાયમંડ માર્કેટમાંથી પાસ મળી શકશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY