પાકિસ્તાની બેટ્‌સમેન ઈમામ-ઉલ-હકને બોલ વાગતા ઈજાગ્રસ્ત

0
23

નાટિંગહૅમ,તા.૧૮
પાકિસ્તાની બેટ્‌સમેન ઈમામ-ઉલ-હકને ઈંગ્લેન્ડ સામેની ચોથી વન-ડેમાં માર્ક વૂડની ઓવર દરમિયાન કોણીના ભાગે બોલ વાગતા તે ગ્રાઉન્ડ પર ઢળી પડ્યો હતો. વન ડે વર્લ્ડ કપને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રારંભમાં હકને ગંભીર ઈજા પહોંચી હોવાનું જણાતા પાકિસ્તાની પસંદગીકારો અને ટીમના પ્લેયર્સ ચિંતામાં સરી પડ્યા હતા. ઈમામ ઉલને તાત્કાલિક હોÂસ્પટલમાં ખસેડાયો હતો અને ત્યાં એક્સ-રે રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
જા કે બાદમાં તેને કોણીના ભાગે કોઈ ફ્રેક્ચર ના હોવાનું જણાતા તમામને હાશકારો થયો હતો અને તે પાકિસ્તાનની ઈનિંગના અંતે ફરી બેટિંગ કરવા પણ ઉતર્યો હતો. પાકિસ્તાનના ૩૪૦ રનના ટાર્ગેટને ઈંગ્લેન્ડે છેલ્લી ઓવરના ત્રણ બોલ બાકી હતા ત્યારે સાત વિકેટ ગુમાવીને પાર કરી લેતા વિજય થયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY