અમદાવાદ,તા.૯
ગુજરાત કોંગ્રેસનાં અમિત ચાવડાએ તેમના નેતા બીજેપીમાં જઇ રહ્યાં છે તે અંગે જવાબ આપવા માટે પીસી કરી હતી. જેમાં તેમણે બીજેપી પર ઘણાં પ્રહારો કર્યા છે.
અમિત ચાવડાએ બીજેપી પર પ્રહાર કરતા કહ્યું કે, ‘ભારતીય જનતા પાર્ટીને લોકસભાની ચૂંટણીમાં હાર દેખાઇ ગઇ છે, તેમની પાર્ટીમાં કોઇ સક્ષમ નેતા નથી તેથી જ તેઓ કોંગ્રેસનાં નેતાઓને સામ, દામ, દંડ,ભેદની નીતિથી પોતાની પાર્ટીમાં જાડવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. ભાજપનાં આગેવાનોએ આખી જીંદગી અહીં હોમી દીધી ત્યારે તેમને સત્તા નથી મળતી અને કોંગ્રેસમાંથી નેતાઓને લઇને તેમને સીધા મંત્રી બનાવી દેવામાં આવે છે. પરંતુ ભાજપ જેટલો પણ પ્રયત્ન કરે પરંતુ ગુજરાતની જનતા ઘણી જ શાણી છે ચૂંટણીમાં તેમને સ્થાન બતાવી જ દેશે.’
તેમણે આગળ જણાવતા કહ્યું કે ‘કોંગ્રેસનો એક એક કાર્યકર મજબૂત છે. કોંગ્રેસ જન આંદોલનમાંથી જન્મેલી છે તેથી લોકશાહીની રક્ષા કરવા માટે તે લડી લેશે. લોકોનાં આશીર્વાદ ૨૦૧૯માં કોંગ્રેસને મળશે.’
સીડબ્લ્યુસીની બેઠક અંગે જણાવતા કહ્યું કે ‘ભાજપ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે અને લોકોનાં ધ્યાન હટાવી, કોંગ્રેસમાં કોઇ નારાજગી નથી, બધા જ રાહુલજીનાં નેતૃત્વમાં કામ કરીશું. ૧૨મી માર્ચનાં રોજ સીડબ્લ્યૂસીની કોંગ્રેસ કાર્યકારીણી બેઠક યોજાવનારી છે. પહેલા પણ ૧૨મી માર્ચનાં રોજ દાંડીથી અંગ્રેજા સામેની ગાંધીજીએ લડાઇ શરૂ કરી હતા. જે પછી આ વખતે પણ ૧૨ માર્ચનાં દિવસે જ રાહુલ ગાંધી પણ બીજી આઝાદીની લડાઇ શરૂ કરશે.’
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


