નવસારી જિલ્લા સંકલનની બેઠકમાં પદાધિકારીઓના પ્રશ્નોની રજૂઆત
નવસારી, તા.૧૭
નવસારી જિલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને કલેકટરાલય ખાતેના સભાખંડમાં જિલ્લા સંકલન-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં નવસારીના સાંસદ શ્રી સી.આર.પટેલ, નવસારીના ધારાસભ્ય શ્રી પિયુષભાઇ દેસાઇ, જિલ્લા પંચાયતના પ્રમુખ ડૉ.અમિતાબેન પટેલે રજૂ કરેલા પ્રોઁ બાબતે પદાધિકારી ઘ્વારા રજૂ થયેલા પ્રોઁ સમયસર ઉકેલ લાવવા અધિકારીઓને કલેકટરે સૂચના આપી હતી.
નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલે કરાડી ખાતે જમીન બાબતે રજૂઆત મળી હતી. નવસારીના ધારાસભ્ય શ્રી પિયુષભાઇ દેસાઇએ નવસારીના પૂર્વ રેલ્વે ગરનાળા વરસાદી પાણીના નિકાલ, ભેંસલા પ્રાથમિક શાળા શરૂ કરવા તેમજ નિયમાનુસાર ટયુશન કલાસીસો એન.ઓ.સી. બાબતે રજૂઆત કરી હતી. જયારે જિલ્લા પંચાયતના પ્રમુખ ડૉ.અમિતાબેન પટેલ ચોવીસી ખાતેના વૃધ્ધાશ્રમ મા અમૃતમ કાર્ડ કઢાવવા આધાર પુરાવા બાબતે તેમજ યશફીન હોસ્પિટલમાં મા અમૃતમ યોજના, મા વાત્સ્લ્ય યોજના અને પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળ સારવાર લેનાર દર્દીઓ પાસે વધારાના પૈસા માંગવા બાબતે પ્રોઁ રજૂ કર્યા હતાં.
બેઠકમાં જિલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડિયાએ સમગ્ર ભારતમાં વધુ મતો મેળવી વિજેતા થયેલા નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલને આવકારતા જણાવ્યું હતું કે, જિલ્લાના વિકાસમાં સાંસદની મહત્વની ભૂમિકા રહેલ છે. જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓ નવસારી જિલ્લાને નંદન બનાવવા વિકાસમાં સહયોગ આપી નવસારી જિલ્લાને સુંદર અને સ્વચ્છ બનાવવા પ્રયાસ કરવા તમામ અધિકારીઓને પદાધિકારીઓના જે પ્રોઁ મળ્યા હોય તેવા પ્રોઁને સમયસર ઉકેલ લાવી કાર્ય કરવા સૂચના આપી હતી.
કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, પરીક્ષાઓ પૂર્ણ થતાં વિદ્યાર્થીઓને જરૂરિયાતના આવક/જાતિ અંગેના દાખલા કઢાવવા મુશ્કેલી પડે છે. તે માટે જે તે સંબંધિત અધિકારીઓએ સમયસર દાખલા કાઢી આપવા તપ્તરતા દાખવી હકારાત્મક રીતે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.
નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલે રેઇન વોટર હાર્વેસ્વટીંગ અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં જિલ્લાના તમામ અધિકારીઓને સહયોગ આપવા સૂચના આપી હતી.
નવસારીના સાંસદ શ્રી સી.આર.પટીલ ઘ્વારા હાથ ધરવામાં આવેલ તમામ અધિકારીઓને મળેલા સાથ સહકાર બદલ ૠણ સ્વીકાર કરતાં જણાવ્યું હતું કે, દેશમાં સૌથી વધુ મત મેળવી મને વિજેતા બનાવવામાં નવસારી જિલ્લાના પ્રજાજનોના મોટો ફાળો રહયો છે. નવસારી સંસદીય મત વિસ્તારના લોકોની અપેક્ષાને ધ્યાને રાખી છે. દાંડી વિકાસ સાથે આજુબાજુના સ્થળોનો વિકાસ હાથ ધરી વધુ સારા કાર્ય કરવા પ્રયાસ કરીશ. જિલ્લાના અધિકારીઅોના સૂચનો લઇ જિલ્લાને વધુ વિકાસ કરવા આગળ વધીશ. ધોલાઇ માટે પણ કાર્ય કરવા તેમજ નદીઓના પાણી દરિયામાં જતા અટકાવવા, તેમજ વરસાદનું પાણીને જમીનમાં વોટર હાર્વેસ્ટીંગ માટે અને વૃક્ષારોપણ માટે પ્રયાસો હાથ ધર્યા છે. જિલ્લાના દરેક ગામમાં ૩૦૦ ઝાડનું વાવેતર કરવાનું આયોજન હાથ ધર્યુ છે. સાથે સાથે સરકારી કચેરીઓમાં પણ વૃક્ષારોપણ અને વોટર હાર્વેસ્ટીંગ કાર્ય હાથ ધરવાનું આયોજન છે. જેમાં દરેક અધિકારી સાથ સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડિયાએ યશફીન હોસ્પિટલમાં પ્રઁને ગંભીરતાથી લઇ તાકિદે તપાસ કરવા જિલ્લા આરોગ્ય અધિકારીઓને તાકિદ કરી હતી.
બેઠકમાં કૃષિ મહોત્સવ, સુજલામ સુફલામ યોજના, સંકલન સમિતિના બાકી રહેલા પેન્શન, બાકી તુમાર નિકાલ, સરકારી માંગણાંની ઝડપી વસુલાત માટે અધિકારીઓને સૂચના આપી હતી.
બેઠકમાં વાંસદાના ધારાસભ્ય શ્રી અંનત પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.જી.ગોહિલ, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટર શ્રી પી.કે.હડુલા, વાંસદા ચીખલી અને નવસારીના પ્રાંત અધિકારીશ્રીઓ, અમલીકરણ અધિકારીશ્રીઅો ઉપસ્થિત રહયાં હતાં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



