મુઝફ્ફરપુર દુષ્કર્મ કેસ : નાયબ મુખ્યમંત્રીએ સમાજ કલ્યાણ મંત્રીનો બચાવ કર્યો

0
43

પાટણ,તા.૬
મુઝફ્ફરપુર રેપકાંડ પર અત્યાર સુધી જેડીયૂ એમ માનીને ચાલી રહી હતી કે ભાજપનાં હેડક્વાર્ટરમાં કોઈ રમત રમાઈ રહી છે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે જેડીયૂ અને બીજેપી વચ્ચે ખરેખરમાં કોઈ રમત રમાઈ રહી હોય. આજે બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે આ ઘટના પર પ્રેસ કોન્ફરન્સ બોલાવીને તેમાં સમાજ કલ્યાણ મંત્રી મંજૂ વર્માનો બચાવ કર્યો હતો. ભાજપનાં નેતા અને ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ ટ્‌વીટ કરીને મંજૂ વર્માનો બચાવ કર્યો પણ ભાજપા સાંસદ સીપી ઠાકુરે ફરી એક વાર મંજૂ વર્મા પાસેથી રાજીનામું માંગ્યુ હતું.
ભાજપા સાંસદ સીપી ઠાકુરે જણાવ્યું કે નૈતિક રીતે મંજૂ વર્માએ રાજીનામુ આપી દેવું જાઈએ અને જા તેમને ક્લીનચિટ મળી જાય તો તે ફરીથી પાછા આવી જાય. તેમણે કહ્યું કે એવું તો કેવી રીતે બની શકે કે મંત્રીને કંઈ જ ખબર ન હોય? જા તેમને કંઈ ખબર ન હોય તો તે શું તેઓ ફક્ત સાઈન કરવા માટેનાં જ મંત્રી છે કે શું? જ્યારે તેમને ભાજપ નેતા સુશીલ મોદીનાં નિવેદન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેમનું મંતવ્ય કંઈક અલગ હોઈ શકે છે. જે સરકારમાં હોય છે તે હંમેશા બચાવવાનાં પ્રયત્નો કરશે જ.
ઉલ્લેખનીય છે કે આ મામલામાં જેડીયૂનાં કેટલાક નેતાઓને લાગે છે કે બિહારનાં બીજેપી નેતાઓ આ બાબત પર ખુલ્લેઆમ સરકતારનો સાથ આપી રહ્યા છે પરંતુ રાજ્યપાલની ચિઠ્ઠી અને કેટલાક નેતાઓનાં નિવેદન પરથી એવું લાગી રહ્યું છે કે આ રમત ભાજપનાં હેડક્વાર્ટરમાંથી રમાઈ રહી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY