મેક્સિકોમાં પણ બુરાડી કાંડ : એક જ ઘરમાંથી ૧૧ મૃતદેહ મળ્યા

0
39

મેક્સિકો,તા.૬
દિલ્હીમાં બુરાડી કેસ હવે ઘણો જ પ્રચલિત થઈ રહ્યો છે, લોકો સસ્તા માર્ગથી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. હાલમાં મેક્સિકોના ઉત્તર ચિહુઆહુઆમાં સિઉડાડ જુઆરેજના એક ઘરમાં શુક્રવારે ૧૧ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મેક્સિકો પોલીસના જણાવ્યા અનુસાર, આ મૃતદેહોને જાતાં એવું લાગે છે કે તેમને ઘરની અંદર બંધક બનાવીને આત્મહત્યા કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
જુઆરેજના મેયર અરમાડો કૈબેડાએ જણાવ્યું કે, આ ઘટનામાં ત્રણ મહિલાઓ અને ૮ પુરુષો છે. જા કે પ્રારંભિક માહિતી અનુસાર તેમની પાસેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળી આવ્યું છે. પોલીસે પણ સમગ્ર ઘટના સ્થળનું પરિક્ષણ કર્યું છે. ત્યાંથી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. જેમાં એક રિપોર્ટ અનુસાર તમામ લોકોને ગોળી મારવામાં આવી છે.
જુઆરેજના મેયરે અરમાડો કૈબેડાએ સમગ્ર ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમના પડોશીઓએ કહ્યું કે, ઘરમાં મોટેભાગે કોઈ રહેતું ન હતું, પરંતુ લોકો પાર્ટી કરવા માટે જ અહીં આવતાં હતા, તેમાં ઘણાં લોકો આતાં જતાં રહેતા હતાં.
તમામ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓ અને ફોરેÂન્સક ટીમ તમામ ઘટનાની તપાસ કરી રહ્યા છે. હજી સુધી કોઈ પણ હથિયારો મળ્યા નથી. જેનાથી તમામ ઘટના અંગ માહિતી મળે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY