આજ રોજ વહેલી સવારે નબીપુર પાસે આવેલ ભારત પેટ્રોલ પંપ સામે એક સ્ક્રોપીયો કાર ડીવાયડર્સ સાથે ધડાકા ભેર ભટકાતા અંદર બેસેલ એક ઇસમની કમકમાટી ભર્યું મોત નિઓજ્યું હતું.જ્યારે બે ઈસમો ઘાયલ તથા તેવોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.



બનાવ ની મળતી માહિતી મુજબ ભરૂચ નેશનલ હાઈવે નંબર ૮ પર નબીપુર ગામ પાસે ભારત પેટ્રોલ પંપ સામે આજ રોજ વહેલી સવારે ૬ વાગ્યાના આસપાસ એક સ્ક્રોપીયો ગાડી નંબર જીજે-૧૦-એસી-૩૫૦૦ નાઓના ડ્રાયવરે પોતાના સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતાં સ્ક્રોપીયો કાર ધડાકા ભેર ડીવાડર્સ સાથે ભટકાતા કારના આગળના ભાગના ફરચે ફુરચા ઉડી ગયા હતાં.જેમાં ડ્રાયવિંગ કરનાર એક ઈસમનું ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે ઈસમોને ગંભીર ઈજાઓ પહોંચતા ઈમરજન્સી સેવા ૧૦૮ દ્રારા તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
બનાવ ની ભરૂચ નબીપુર પોલીસ મથકે જાણ થતા પોલીસ દ્રારા ઘટના સ્થળ પર પહોંચી કારને બાજુ પર હટાવી મરનાર અને ઘાયલ થનાર ઈસમો કોણ અને ક્યાં ના છે.? તે અંગે તાપસ હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે1 જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





