નઝમી ટ્રસ્ટના જમીનના વિવાદમાં બદરી લેસવાલા પર હુમલો કરાતા ગુનો નોંધાયો ઝાંપાબજારમાં કુખ્યાત બિલ્લા અને આરીફ સુરતીએ બદરી લેસવાલા પર હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો

0
35

સુરત, તા.૫
વ્હોરા સમાજના અગ્રણી અને જાણીતા ઉદ્યોગપતિ બદરી લેસવાળા ઉપર હુમલો કરનારાને ઝડપી પાડવા માટે સલાબતપુરા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. કુખ્યાત વસીમ ઉર્ફે બિલ્લા, મોહંમદ શાહરૂખ ઉર્ફે માયાભાઈ તથા આરીફ સુરતી અને ઝફર ચીકનવાલાએ જમીન પ્રકરણમાં આ હુમલો કર્યો હતો.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નઝમી ટ્રસ્ટમાં જમીનનો હિસ્સો બળજબરીથી કઢાવી લેવા માટે આરોપીઅોએ દેશી તમંચાથી ડરાવી ખંડણી પેટે રૂપિયા પાંચ કરોડની માંગણી કરી પ્રાણઘાતક હથિયારોથી ફરિયાદી બદરીભા અહેમદભાઈ લેસવાળા ઉપર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતયાની કોશિશ કરી હતી. બદરી લેસવાળાને બચાવવા જતા ડ્રાઈવરો અબ્બાસભાઈ શૈફુદ્દીન કીકાવાળા, ઈદરીશ હાતિમભાઈ, અલી અશગરને પણ માર માર્યો હતો.
સરાજાહેર બનેલા આ બનાવ સંદર્ભે સલાબતપુરા પોલીસે ફરિયાદ નોંધી મદદનીશ પો.કમિ. પી.કે. પટેલે તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY