ભરૂચ અને વડોદરા આરઆરસેલ પોલીસનું અોપરેશન અંકલેશ્વરમાં ગેંગસ્ટરોનો પોલીસ પર ગોળીબાર બાદ બ્રીજ ભૂષણ પાંડે અને મુન્ના પાંડેની ધરપકડ

0
76

ધાડ-લૂંટ-અપહરણ સહિતના ગુનામાં સંડોવાયેલા ગુંડાઅોને ઝડપી પાડવા અંકલેશ્વર જનતા નગરમાં પોલીસનો છાપો : પોલીસે પણ વળતો ગોળીબાર કર્યો
સુરત, તા.૫

આંતર રાજ્ય ગુનાખોરી કરતા કુખ્યાત ગેંગસ્ટરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ધાડ-લૂંટ-અપહરણ, ફાયરિંગ સહિત અનેક ગુનાઅો આચરનારાને વડોદરા આર.આર.સેલ અને ભરૂચ પોલીસે સચોટ બાતમીના આધારે ઝડપી પાડવામાં સફળ થયા હતા. આ ગેંગસ્ટર બ્રીજ ભૂષણ પાંડે, મુન્ના પાંડે યુપી, એમ.પી., મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં વોન્ટેડ ગુનેગારો હતા. ઓપરેશન દરમિયાન આ ગેંગસ્ટરોએ પોલીસ ટીમ ઉપર ફાયરિંગ કરતા પોલીસે વળતુ ફાયરિંગ કર્યું હતું. જેમાં ગેંગસ્ટર મુન્નાને ઈજા થઈ હતી.આ બંને અંકલેશ્વરમાં છુપાયા હોવાની બાતમી પોલિસ ને મળી હતી. જેનાં આધારે ભરૂચ પોલીસ અને આર આર સેલ એ સાથે મળી આૅપરેશન હાથ ધરતા બન્ને ગેંગસ્ટરોને માત્ર અડધા કલાકમાં જ દબોચી લીધા હતા.કુખ્યાત ગેંગસ્ટર બ્રિજ ભુષણ પાંડે ઉર્ફે બુતુલ પાંડે અને મુનાપાંડે યુપી, એમપી મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોમાં લૂંટ-ધાડ- કિડનેપિંગ અને પોલિસ ઉપર ફાયરીંગ સહિતનાં ગુનાઓમાં સંડોવાયેલા આરોપી હતાં. જેઓ હાલમાં વોંટેડ હોવાથી બંને અંકલેશ્વરના જનતાનગર વિસ્તારમાં સરસ્વતી સ્કૂલ પાસે રહેતા હોવાની વડોદરા આર આર સેલ ને બાતમી મળી હતી.
વડોદરા પોલીસ એ ભરૂચ જિલ્લા પોલીસ વડા આર. વી. ચુડાસમાનો સંપર્ક કરી તેમને ઝડપી પાડવા ઓપેસન હાથ ધર્યું હતું. આ સમગ્ર ઓપરેસન પાર પાડવા માટે પોલિસ પાસે માત્ર અડધો કલાકનો સમય હતો. જેમાં પણ આ કુખ્યાત ગેંગસ્ટરો પોલિસ ઉપર ફાયરીંગ કરવાની ટેવ ધરાવતા હોય પોલિસ પૂરતી તૈયારી સાથે પહોંચી હતી.
આ સમગ્ર ઓપરેસનમાં વડોદરા આર આર સેલ ભરૂચ ક્રાઈમ બ્રાંચ, અંકલેશ્વર જીઆઈડીસી અને તાલુકા પોલિસ સ્ટેશન નો સ્ટાફ જોડાયો હતો. દરમિયાન મુન્નાએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. બાદમાં પોલીસે પણ બે રાઉન્ડ ફાયરિંગ કરતાં આરોપી મુનાંને હાથમાં ઇજા થઇ હતી. હાલ માં મુન્ના નું ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY