દિલ્હીમાં વાયુ પ્રદૂષણનો કહેર; ૨૦૧૬માં ૧૫ હજાર લોકોના મોત થયા

0
64

ન્યુ દિલ્હી,તા.૧૪
વાયુ પ્રદૂષણના કારણે દિલ્હીમાં ૨૦૧૬માં આશરે ૧૫ હજાર લોકોના મોત થયા હતાં. ભારત, થાઇલેન્ડ અને સિંગાપુરના શોધકર્તાઓના અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે વાતાવરણમાં પીએમ ૨.૫ પ્રદૂષકો (હવામાં પ્રદૂષણ ફેલાવનારા કણ)ને જાતાં ચીનના બે શહેરો બેઇજિંગ અને શાંઘાઈ પછી દિલ્હી દુનિયાનું ત્રીજું સૌથી ખતરનાક શહેર છે. શાંઘાઈમાં ૨૦૧૬માં પ્રદૂષણના કારણે ૧૭,૬૦૦ લોકોનાં મોત થયા હતાં, જ્યારે બેઇજિંગમાં તેના કારણે ૧૮ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવવા પડ્યા હતા.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે દિલ્હી સહિત આખા ભારતમાં પીએમ ૨.૫ના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી છે. પ્રદૂષણના કારણે લોકોમાં ફેફસાં-હૃદય સાથે જાડાયેલી બીમારીઓ વધી છે. તેના કારણે દેશભરમાં ૪૨ હજાર લોકોનાં મોત થયાં. દિલ્હી ઉપરાંત મુંબઈ, કોલકાતા, બેંગલુરૂ અને ચેન્નઈમાં પણ પ્રદૂષણને મોતનું સૌથી મોટું કારણ જણાવવામાં આવ્યું.
રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી કે આવનારા સમયમાં જા પ્રદૂષણ ઓછું કરવા માટે કડક પગલાં ભરવામાં ન આવ્યા, તો તેના ગંભીર પરિણામો હોઇ શકે છે. ખાસ કરીને ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના મોટા શહેરો પર તેનો સૌથી વધુ ખતરો બતાવવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીને છેલ્લાં કેટલાંક સમયમાં પ્રદૂષણની સમસ્યા સામે ઘણા પગલાં ભર્યાં છે. તેની અસર પણ વરતાવા લાગી છે, પરંતુ ભારત અને તેના પાડોશીઓએ પણ કડક નીતિઓ અપનાવવી પડશે.
વાયુ પ્રદૂષણના કારમે મુંબઈમાં ૨૦૧૬માં ૧૦,૫૦૦ મોત થયા હતા, જ્યારે કોલકાતામાં ૭૩૦૦, બેંગલુરૂ અને ચેન્નઈમાં ૪૮૦૦-૪૮૦૦ મૃત્યુ થયાં હતાં. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરનમેન્ટના ડાયરેક્ટર અનુમિતા રોય ચૌધરીના જણાવ્યા પ્રમાણે, “વાયુ પ્રદૂષણ અત્યારના સમયનો સૌથી મોટો ખતરો છે અને તેને પહોંચી વળવા માટે જબરદસ્ત એર ક્વાલિટી મેનેજમેન્ટ સિસ્ટમ બનાવવી પડશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY