રાજપીપળા : નર્મદા જિલ્લો પ્રવાસન ક્ષેત્ર માં આગળ વધી રહ્યો છે ત્યારે પ્રવાસીઓ અને તેમના વાહનોની સલામતી પણ ખાસ જરૂરી થઈ પડી છે કેમકે આ કારમી મોંઘવારીમાં ચોરી લૂંટ જેવી ઘટનાઓ સામાન્ય થઈ ગઈ છે જેમાં હવે મંદિરોમાં પાર્ક કરેલા વાહનોની પણ ચોરી ની ઘટના જોવા મળે છે ગત તારીખ 17 જાન્યુઆરીના રોજ પોઇચા સ્તિથ જાણીતા સ્વામિનારાયણ મંદિર ખાતે મંદિર પરિસરમાં લોક કરી મુકેલી ફઝલ હનીફભાઇ મેમણ,વવીયાલા તા.ગરુડેશ્વરની બાઈક નંબર જીજે 22.ડી -8118 જેની કિંમત 20,000/- રૂપિયા ને કોઈ અજાણ્યા ચોરે પાર્કીંગ માંથી ચોરી કરી લઈ જતા આ બાબતે રાજપીપળા પોલીસમાં ફરિયાદ થવા પામી છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




