વિદ્યાર્થીનીની છેડતી મામલે પ્રોફેસર સસ્પેન્ડ,ગાઈડશિપ પણ રદ્દ કરાઈ

0
9

રાજકોટ,તા.૧૪
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થિની જાતીય સતામણી મામલામાં પ્રેમના પાઠ ભણાવનાર બાયો સાયન્સ ભવનના પ્રોફેસર નિલેશ પંચાલને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ નિર્ણય સિન્ડિકેટમાં લેવામાં આવ્યો હતો જ્યારે પ્રોફેસર નિલેશ પંચાલને સસ્પેન્ડ કરીને ગાઇડશિપ પણ રદ કરવામાં આવી છે. જ્યારે વિદ્યાર્થીનીને બીજા ગાઇડ આપવા માટે કહેવામાં આવ્યું છે.
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયો સાયન્સ ભવનમાં પીએચડીના ગાઇડે વિદ્યાર્થિનીનો એકલતાનો લાભ લઇ સેક્સુઅલ હેરેસમેન્ટ કર્યું હોવાની ફરિયાદ એક યુવતીએ કરી હતી. વિદ્યાર્થિનીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણીને ગાઇડે કહ્યું કે, તારે પીએચડી પૂરૂ કરવું હોય તો મારી ઇચ્છાઓ પૂરી કર. સમગ્ર ઘટના વીસી સુધી પહોંચી છે. વીસીએ તાત્કાલિક તપાસના આદેશ કર્યા હતાં.
કાર્યકારી કુલપતિ નિલામ્બરી દવેએ જણાવ્યું હતું છે કે, “આજે મળનારી સિન્ડિકેટ મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે બાયો સાયન્સ ભવનના પ્રોફેસર નિલેશ પંચાલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે અને તેમની ગાઇડશિપ પણ રદ કરી દેવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY