કાશ્મીર મુદ્દાને પ્રધાનમંત્રી મોદી સમક્ષ રજૂ કરીશ

0
14

કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ કાયમી નથી, તેને બદલવાની જરૂરઃ એન્જેલા મર્કલ
ન્યુ દિલ્હી,તા.૨
જર્મનીની ચાન્સેલર એન્જેલા મર્કેલે કાશ્મીરની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, કાશ્મીરનાં લોકો જે હાલતમાં હાલમાં વસવાટ કરી રહ્યા છે, તે ખૂબ જ ચિંતાજનક છે. મર્કેલે જણાવ્યું કે, કાશ્મીરની સ્થિતિ સુધારવાની જરૂર છે. ભારતનાં પ્રવાસે આવેલા જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે પત્રકારો સાથે વાતચીત દરમ્યાન મોટું નિવેદન આપતા કહ્યું કે, કાશ્મીરનો મામલો પ્રધાનમંત્રી મોદી સમક્ષ રજૂ કરીશ.
આ દરમ્યાન એન્જેલાએ એમ પણ કહ્યું કે, તે કાશ્મીર અંગે ભારતની સ્થિતિથી વાકેફ છે, પરંતુ અહિ કોઈ ફરક પડતો નથી. જર્મન ચાન્સેલરે કહ્યું કે, તે કાશ્મીરમાં શાંતિ પુનઃસ્થાપન માટેની યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસેથી શાંતીની સ્થિતી સાંભળવા માંગે છે. હાલમાં કાશ્મીરની સ્થિતિ સ્થિર નથી. ત્યાં લોકો કઠિન પરિસ્થિતિઓમાં જીવી રહ્યા છે અને તેમાં સુધારો કરવો જરૂરી છે.
જો તમને જાણ ન હોય તો, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ ત્રણ દિવસીય ભારત પ્રવાસ પર આવ્યા હતા. શુક્રવારે પ્રધાનમંત્રી મોદીને મળતા પહેલા એન્જેલા મર્કેલ રાજઘાટ ગયા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
શુક્રવારે મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રી મોદીએ મર્કેલને એક ખાસ ભેટ આપી હતી. તેમણે એન્જેલા મર્કેલને ભેટમાં રત્નમ પેન અને અક હેન્ડલૂમ વૂલન ખાદી સ્ટોલ આપી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY