ન્યુ દિલ્હી,તા.૧૫
આર્થિક આધારે અનામત આપ્યા બાદ મધ્યમવર્ગને ખુશ કરવાના વધુ એક પ્રયાસના ભાગરુપે કેન્દ્ર સરકાર ઈન્કમટેક્સ ભરવામાં અપાતી છુટની સીમા ૨.૫ લાખથી વધારીને પાંચ લાખ રુપિયા સુધી કરી શકે છે.
નોટબંધીના કારણે બેહાલ મિડલ ક્લાસને રાહત આપવાના ભાગરુપે આ નિર્ણય લેવાઈ શકે છે.આ ઉપરાંત મેડિકલ અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સને પણ ફરી અમલમાં મુકવામાં આવે તેવી શકિયતા છે.
હાલમાં અઢી લાખ રુપિયાની વાર્ષિક આવક સુધી ટેક્સ ભરવાનો નથી હોતો.જ્યારે અઢી લાખથી પાંચ લાખની વચ્ચેની આવક પર ૫ ટકા અને ૫ થી ૧૦ લાખની આવક પર ૨૦ ટકા તથા ૧૦ લાખથી વધુ આવક પર ૩૦ ટકા ટેક્સ લાગે છે.જાકે સિનિયર સિટિઝન્સમાટે ટેક્સમાં પ લાખની આવક સુધી છુટ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


