નાણાં મંત્રાલયે આશા વ્યક્ત કરી
ન્યુ દિલ્હી,તા.૧૨
નાણાં મંત્રાલયે આશા વ્યકત કરી છે કે આ વર્ષે જૂનના અંત સુધીમાં આરબીઆઈની પ્રમોપ્ટ કરેક્ટિવ એક્શન(PCA) લિસ્ટમાંથી તમામ બેન્કો બહાર થઈ જશે. કારણ કે NPA(નોન પરફોર્મિંગ એસેટ) સ્તર ૬ ટકાની સીમામાં આવશે. પીસીએ લિસ્ટમાં સામેલ બેન્કોના રિકેપિટલાઈઝેશન માટે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પગલા ઉઠાવવામાં આવ્યા છે.
ગત મહિને બેન્ક ઓફ ઈન્ડિયા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ ગત મહિને પીસીએના લિસ્ટમાંથી બહાર આવી ચૂકી છે. દેના બેન્ક અને આઈડીબીઆઈ બેન્ક પણ ઝડપથી પીસીએના લિસ્ટમાંથી હટશે તેવી શકયતા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે બાકીની ૬ બેન્કો પણ જૂન સુધીમાં એનપીએને ઓછી કરીને પીસીએમાંથી બહાર આવી જશે. તેમાં અલ્હાબાદ બેન્ક, યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા, કોર્પોરેશન બેન્ક, યુકો બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીસ બેન્ક સામેલ છે.
નાણાં મંત્રાલયે કોઈ પણ બેન્કને કોઈ ડેડલાઈન આપી નથી. અધિકારીઓનું કહેવું છે કે બેન્કોને પોતાનું લક્ષ્ય હોવું જાઈએ કે તે ઝડપથી પીસીએમાંથી બહાર આવી જાય.
એનપીએ, રિટર્ન ઓફ એસેટ્સ, કેપિટલ ટૂ રિસ્ક વેટેડ એસેટ્સ રેશ્યોના માપદંડનું ઉલ્લંઘન કરવા પર બેન્કને પીસીએ લિસ્ટમાં નાખવામાં આવે છે. એવી બેન્કો પર લોન આપવા અને બિનજરૂરી ખર્ચો પર પ્રતિબંધ લાગુ થઈ જાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


