આતંકીઓ ૨૯ ડિસેમ્બરે રામજન્મભૂમિ પર મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા
ન્યુ દિલ્હી,તા.૨૭
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા બુધવારે ઉત્તરપ્રદેશમાં દરોડા પાડ્યા પછી ૧૦ શંકાસ્પદોની આતંકવાદી પ્રવૃત્તિઓના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આજે ગુરુવારે તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે તમામને ૧૨ દિવસના પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. આરોપીઓ તરફથી વકીલ એમ.એસ.ખાન હાજર રહ્યા હતા.
NIA દ્વારા તમામ ૧૦ આરોપીઓને ૧૫ દિવસની પોલીસ કસ્ટડીની માંગ કરાઇ હતી, પરંતુ કોર્ટે આરોપીઓને ૧૨ દિવસની કસ્ટડીમાં મોકલ્યા છે. કોર્ટે તમામ આરોપીઓના પરિવારમાંથી કોઈ એક વ્યક્તિને આરોપીને મળવાની પરવાનગી પણ આપી છે. NIAએ ગુરુવારે બપોરે ૩ વાગે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા.
એનઆઈએ દ્વારા ઈસ્લામિક સ્ટેટની તર્જ પર બનાવાયેલા આતંકવાદી સંગઠન હરકત ઉલ હર્બ ઈસ્લામના સભ્યોની ધરપકડ કર્યા બાદ એક પછી એક ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ સંગઠનના આતંકવાદીઓ ૨૯ ડિસેમ્બરે રામજન્મભૂમિ પર મોટો આતંકવાદી હુમલો કરવાની ફિરાકમાં હતા.આતંકવાદીઓએ મોબાઈલ પર કરેલા ચેટિંગમાંથી એનઆઈએને માહિતી મળી છે.
એનઆઈએને પકડાયેલા આતંકવાદીઓ પાસેથી એક વિડિયો પણ મળી આવ્યો છે.જેમાં તેઓ ટાઈમ બોમ્બ બનાવતા નજરે પડે છે.આ વિડિયો પકડાયેલા આતંકી સોહેલના ઘરમાં શૂટ કરાયો હતો.તેમાં સોહેલનો અવાજ પણ સંભળાય છે.
દ્ગૈંછએ બુધવારે આતંકી સંગઠન ISISથી પ્રભાવિત કથિત ભારતીય મોડ્યૂલ હરકત ઉલ હર્બ એ ઇસ્લામનો ભાંડો ફોડ્યો હતો અને દિલ્હી પોલીસ, ઉત્તરપ્રદેશ પોલીસ અને ઉત્તરપ્રદેશ ATSની મદદથી દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં ૧૭ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. NIAના આ કેસમાં દરોડા પાડ્યા પછી ૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આભાર – નિહારીકા રવિયા
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



