ન્યુ દિલ્હી,તા.૧૬
સીબીઆઈ ચીફના પદ પરથી આલોક વર્માને હટાવ્યા બાદ હવે નવા સીબીઆઈ પ્રમુખ કોણ હશે તેને લઈ અંદાજા લગાવવો શરૂ થઈ ગયો છે. નવા સીબીઆઈ પ્રમુખની નિયુક્તિને લઈ ૨૪મી જાન્યુઆરીએ સિલેક્શન પેનલની બેઠક થશે. જેમાં નવા સીબીઆઈ પ્રમુખના નામ પર મોહર લાગી શકે છે. હાલ એમ નાગેશ્વર રાવને ઈન્ટર્ન નિદેશક બનાવવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે આલોક વર્મા પર આરોપ લાગ્યા બાદ પીએમ મોદીની આગેવાનીવાળી ઉચ્ચ સ્તરીય સિલેક્શન કમિટીએ તેમને સીબીઆઈના નિદેશક પદેથી હટાવી દીધા હતા. ત્રણ સભ્યોવાળી કમિટીએ ભ્રષ્ટાચારના આરોપો પર આલોક વર્માને સીબીઆઈના ડિરેક્ટર પદ પરથી હટાવવાનો ફેસલો ૨-૧થી લીધો હતો. જે બાદ એમ નાગેશ્વર રાવને સીબીઆઈના ઈન્ટર્ન નિદેશક નિયુક્ત કરી દેવામાં આવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



