‘તમે અત્યારે ચિદંબરમને હેરાન કરો છો, ક્યારેક તમારો વારો આવશે’

0
6

ન્યુ દિલ્હી,તા.૨૭
પીઢ કોંગ્રેસી નેતા અને ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી ચિદંબરમની વકીલોની ટીમના એક આગેવાન સભ્ય મનુ અભિષેક સંઘવીએ કહ્યું હતું કે હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ યાદ રાખે કે એક દિવસ એ બંને પણ ‘ભૂતપૂર્વ’ની યાદીમાં આવશે.
સોમવારે ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉક્ટર મનમોહન સિંઘની એસપીજીની સેવા તત્કાળ પાછી ખેંચવામાં આવી એ મુદ્દે સિંઘવી ઉશ્કેરાઇ ગયા હતા અને તેમણે કહ્યું હતું કે મોદી અને અમિત શાહ પણ એક દિવસ ભૂતપૂર્વ થવાના છે એ ભૂલે નહીં. દેખીતી રીતેજ સિંઘવીને મનમોહન સિંઘની સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના કમાન્ડોની સેવા પાછી ખેંચી લેવામાં આવી એ સામે વાંધો હતો.
લોકસભામાં કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ એવો આક્ષેપ કર્યો હતો કે મનમોહન સિંઘ કોંગ્રેસની સરકારના વડા પ્રધાન હતા એટલે તેમની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી. આ રીતે સુરક્ષા સેવા પાછી ખેચી લેવામા આવે એ યોગ્ય નથી.
તેણે વધુમાં કહ્યું કે મનમોહન સિંઘ દસ વરસ વડા પ્રધાન રહ્યા ત્યારે તમામ ભૂતપૂર્વ વડા પ્રધાન અને પ્રધાનોને સુરક્ષા સેવા પૂરી પડાઇ હતી. મનમોહન સિંઘે કદી પોતાને માટે સુરક્ષા સેવા માગી નહોતી. એમને સુરક્ષા સેવા આપવાનો નિર્ણય સરકારનો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY