૨૪ કલાકમાં મોદી-જિનપિંગ ૪ વખત એકબીજાને મળશે

0
13

ન્યુ દિલ્હી,તા.૭
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આવતા અઠવાડિયે ભારતના પ્રવાસે આવવાના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે બીજી અનૌપચારિક બેઠકને લઈને શુક્રવારે જિનપિંગ ચેન્નઇ પહોંચશે.
બંન્ને વૈશ્વિક નેતા ચાર અલગ-અલગ મિટીંગ કરશે. જેની સમય મર્યાદા ૫ કલાક કે ૩૧૫ મિનિટની રહેશે. બંન્ને નેતા સમુદ્ર કિનારે બનાવેલા રિસોર્ટમા રહેશે.
જિનપિંગ ૨૪ કલાક ચેન્નઈ અને તેની આસપાસ પસાર કરશે. તેઓ શુક્રવારના ૧ઃ૩૦ વાગે ચેન્નઈ પહોંચશે અને બીજા દિવસે એ જ સમયે તેઓ પોતાના દેશ પાછા ફરશે. બંન્ને નેતા મહાબલિપુરમના ત્રણ પ્રસિદ્ધ સ્મારકો અને એક સાંસ્કૃતિક કાર્યકમમા હાજર રહેશે. જેમા એક કલાકનો સમય લાગશે. કુલ મળીને મોદી અને જિનપિંગ લગભગ સાત કલાક એકસાથે રહેશે.
જિનપિંગ ૨૪ કલાક ચેન્નઈ અને તેની આસપાસ પસાર કરશે. તેઓ શુક્રવારે ૧ઃ૩૦ વાગે ચેન્નઈ પહોંચશે અને બીજા દિવસે એ જ સમયે તેઓ પોતાના દેશ પાછા ફરશે. બંન્ને નેતા મહાબલિપુરમના ત્રણ પ્રસિદ્ધ સ્મારકો અને એક સાંસ્કૃતિક કાર્યકમમાં હાજર રહેશે. જેમા એક કલાકનો સમય લાગશે. કુલ મળીને મોદી અને જિનપિંગ લગભગ સાત કલાક એકસાથે રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY