ન્યુ દિલ્હી,તા.૧૬
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના અધ્યક્ષ પદ માટે પસંદગી પામેલા સૌરવ ગાંગુલીનું માનવું છે કે ભારતીય ક્રિકેટ ટીમ મેનેજમેન્ટે આઈસીસી ટુર્નામેન્ટ જીતવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. તેઓ આ અંગે કેપ્ટન વિરાટ કોહલી સાથે વાત કરવા પણ ઈચ્છશે.
ગાંગુલીએ જણાવ્યું હતું કે હું ઈચ્છું છું કે કોહલી આ અંગે ગંભીરતાથી વિચાર કરે. મારું માનવું છે કે ટીમ દરેક ટૂર્નામેન્ટ જીતી શકતી નથી, પરંતુ ટીમે સતત અનેક ટૂર્નામેન્ટમાં હારનો સામનો પણ કરેલો છે. ભારતીય ટીમના ભૂતપુર્વ કેપ્ટને જણાવ્યું હતું કે વર્તમાન ટીમ મારા સમયની ટીમની તુલનામાં ઘણી મજબૂત છે.
આ ટીમમાં પ્રતિભાની કોઈ જ ઉણપ નથી. બસ, આ ટીમને માનસિક રીતે તૈયાર કરવાની જરૂર છે. આપણે વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં પહોંચ્યા હતા, પરંતુ ચેમ્પિયન બની શક્યા ન હતા. વિરાટે આ દિશામાં વાત કરવાની રહેશે અને આ કામ બોર્ડરુમમાં થઈ શકે તેમ નથી. હું જાણું છું કે કોહલી ચેમ્પિયન ખેલાડી છે. તે ઘણીબધી બાબતોને ચોક્કસ બદલશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



