ન્યુ દિલ્હી,તા.૧૩
નાગરિકતા સુધારણા રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદામાં નિર્માણ પામ્યુ છે. પરંતુ આ બિલનો દેશના પૂર્વ-ઉત્તર રાજ્યોમાં ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષ દળોના વિરોધ પછી કેટલીક રાજ્ય-સરકારો, ખાસ કરીને કોંગ્રેસ શાસિત રાજ્યોએ તેનો વિરોધ કરતાં રાજ્યમાં લાગુ નહીં થવા દેવાના સંકેત આપ્યા છે. પશ્ચિમ બંગાળ, કેરળ અને પંજાબ પછી હવે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ સરકારે પણ બિલને રાજ્યમાં લાગુ નહીં કરવાનો નિર્ણય લીધો છે.
બીજી તરફ કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીએ શુક્રવારે જણાવ્યું કે રાજ્ય સરકારોને નાગિરકતા સુધારણા કાયદોના લાગુ કરવાની ઇનકાર કરવાનો કોઇ અધિકાર નથી, કારણ કે આ કાયદો સંવિધાન હેઠળ ઘડવામાં આવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


