રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા લાંબા સમયથી આંખના ઓપરેશન થતા ન હોવાની વાત
વડોદરા બેઠેલા આરડીડીએ પણ આ બાબતે અજાણ હોવાની વાત કરી , તપાસ કરી જણાવું એમ કહ્યું

આઈ સ્પેસ્યાલીસ્ટ ડોક્ટર હોવા છતાં ઓપરેશનો કેમ થતાનથી એ મોટો સવાલ ત્યાે આઈ સ્પેસ્યાલીસ્ટ પાસેજ સિવિલ સર્જનનો ચાર્જ છે છતાં દર્દીઓના ઓપરેશન નથી થતા તો દર્દીઓ ફરિયાદ કોને કરે…?
રાજપીપળા : નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ઇન્ચાર્જોના ભરોસે લાંબા સમયથી અંધેર વહીવટ ચાલતા બીમાર દર્દીઓ હેરાન થઈ રહ્યા છે જેમાં સિવિલ સર્જન અને આરએમઓ બંને ચાર્જમાં છે જેના કારણે ઘણી તકલીફ જોવા મળે છે જેમાં ઘણા સમયથી અમુક ઓપરેશન બાબતે પણ દર્દીઓને વડોદરા લાંબા થવું પડે છે.જોકે હાલમાં મોટાભાગના ડોક્ટરો આ હોસ્પિટલમાં મુકાયા છે પરંતુ દર્દીઓની તકલીફનો અંત આવતો નથી તેનું કારણ આ હોસ્પિટલનો અણગઢ વહીવટ હોય એમ લાગે છે જેમાં કોઈ રેગ્યુલર સિવિલ સર્જન નથી તેથી વહીવટ કથળી રહ્યો હોય એમ લાગે છે ત્યારે હાલમાં મુકાયેલા તબીબો પણ આ હોસ્પિટલમાં કેટલા ટકશે એ પણ મોટો સાલ છે કેમકે જાણવા મળ્યા મુજબ અગાઉ મુકાયેલા મેડિકલ ઓફિસરો અન્ય જગ્યાએ બદી અથવા રાજીનામાં મૂકી ચાલ્યા ગયા હતા જેમાં આ હોસ્પિટલમાં થતી હેરાનગતિ જવાબદાર હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે હાલં મુકાયેલા નવા તબીબો કેટલા ટકશે એ પણ એક સવાલ છે અંદરો અંદરની ટાંટિયાખેંચ માથાકૂટના કારણે તકલીફ વેઠતા દર્દીઓ હેરાન થઈ રહ્યા છે. ત્યારે આ હોસ્પિટલમાં ઓર્થો, જનરલ સર્જન,ગાયનેક જેવા તબીબો ઓપરેશન કરે છે પરંતુ આંખના ઓપરેશનો ન થતા હોવાની વાત બહાર આવતા આ બાબતે અમે વડોદરા બેઠેલા નિયામક (આર ડી ડી) સાથે ટેલિફોનિક વાત કરતા આર ડી ડી ઈટારે એ જણાવ્યું કે આંખના ઓપરેશન થાય છે કે નહીં એ મને ખ્યાલ નથી પણ હું તપાસ કરી જણાવીશ.
ઓપરેશન કેમ ઘટ્યા એ બાબતે આઈ સર્જન અને સીડીએમઓનો ચાર્જ સંભાળતા અમારા મેડમને પૂછો તો સારું : ર્ડો.હરેશ કોઠારી (આરએમઓ )
રાજપીપળા સિવિલમાં આર એમ ઓ નો ચાર્જ સંભાળતા ર્ડો.હરેશ કોઠારીને આ બાબતે પૂછતાં જણાવ્યું કે 2012 થી 2014 ના વર્ષમાં આંખના નાના મોટા ઘણા ઓપરેશનો થતા હતા પરંતુ હાલ આ ઓપરેશનો નહીં બરાબર છે અને ર્ડો.કોઠારી એ અગાઉના વર્ષોના આપેલા સરારી આંકડા મુજબ ગત 2012-13 ના વર્ષમાં મોટા 100 આંખના ઓપરેશનો અને નાના 06 ઓપરેશન થયા ત્યારબાદ 2013-14 ના વર્ષમાં મોટા 70 અને નાના 09 ,2014-15 માં મોટા 16 અને નાના 05 ઓપરેશન થયા વર્ષ 15-16 માં મોટા 02 અને નાના 01 થયા ,16-17 ના વર્ષમાં મોટું એક પણ ઓપરેશન નથી થયું અને નાનું 01 થયું હતું જયારે વર્ષ 17-18 માં એક પણ મોટું ઓપરેશન થયું નથી જયારે 02 નાના થયા છે અને અંતમાં વર્ષ 18-19 માં ફક્ત ત્રણ મોટા જ ઓપરેશન થયા છે ત્યારે વર્ષ આગળ જતા ઓપરેશનો ઓછા જરૂર થાય છે પરંતુ કેમ ઓછા થાય છે એમ પૂછતાં ર્ડો.કોઠારી એ જણાવ્યું કે એ બાબતે મને પૂછવા કરતા ઇન્ચાર્જ સિવિલ સર્જન ર્ડો. સંગીતાબેન પરીખ કે એ પોતેજ આંખના સ્પેસ્યાલીસ્ટ છે તેમને પૂછો તો વધારે યોગ્ય કહેવાશે .
સંગીતાબેન પરીખે પેહલા જણાવ્યું કે ઓર્થો ,જનરલ સર્જન અને ગાયનેકના ઓપરેશન થાય છે ત્યારે આંખના ઓપરેશન બાબતે પેહલા ના પાડ્યા બાદ મોતિયાં ઓપરેશન થાય છે કે નહીં એમ પૂછતાં જણાવ્યું કે મોતિયાના ઓપરેશનના દર્દી આવે તો થાય છે એમ પરંતુ સુત્રોના જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષમાં આંખના કે મોતિયાના કોઈ ખાસ ઓપરેશન થયા નથી ત્યારે સત્ય શું છે એ બાબતે આર ડી ડી તપાસ કરશે…?
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975060
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




