ન્યુ દિલ્હી,તા.૧૯
પોતાના નિવેદન ‘બધા જ મોદી ચોર છે’ના નિવેદન પર રાહુલ ગાંધા પહલાથી જ ઘણી તકલીફોનો સામનો કર રહ્યા છે ત્યાં એક બીજી મુસીબત તેમના પર આવતી દેખાઈ રહી છે. દેશની વિભિન્ન કોર્ટમાં રાહુલ ગાંધીના આ બહુચર્ચિત નિવેદનના કારણે કેસ ચાલી રહ્યા છે. એવામાં રાહુલ ગાંધી પર લંડન કોર્ટમાં પણ ફરિયાદ થઇ થઈ શકે છે. લંડનમાં રહી રહેલા ભાગેડું બિઝનેસમેન લલિત મોદીએ રાહુલ ગાંધીના એક નિવેદન પર આકરા પ્રહાર કર્યો છે.
રાહુલ ગાંધીએ એક ચૂંટણી રેલીમાં મોદી રાજમાં દેશમાં કૌભાડ કરીને ભાગી ગયેલા બિઝનેસમેનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ‘બધા જ ચોર અને કૌભાંડીઓના નામ મોદી જ કેમ હોય છે?’ રાહુલના આ નિવેદન પર લલિત મોદી ભડકી ગયા છે. તેમણે કહ્યું કે, તેઓ આ મામલામાં રાહુલ ગાંધીને લંડનની કોર્ટમાં ઘસડી જશે.
લલિત મોદીએ આજે સવારે રાહુલ ગાંધીને પપ્પૂ કહીને સંબોધતા કહ્યું કે, ‘બધા જ મોદી ચોર છે,’ હવે હું તેમને આ નિવેદનના આધાર પર યૂકેની કોર્ટમાં ઘસડી જઈશ. દુનિયા છેલ્લા પાંચ દશકાઓથી ધોળે દિવસે જે લૂંટ થઈ છે ને તે વિશે બધા બધુ જ જાણે છે, અને આ લૂંટ કોઈ બીજાએ નહીં પણ ગાંધી પરિવારે જ કરી છે.’
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



