કાંગ્રેસ માટે હાલનું વંશપરંપરાગત નેતૃત્વ બોજારૂપ નિવડ્યું : જેટલી

0
7

ન્યુ દિલ્હી,તા.૨૧
કેન્દ્રના નાણાં પ્રધાન અરુણ જેટલીએ કહ્યું કે નેહરુ – ગાંધી પરિવારની ‘અત્યારની પેઢી’ કાંગ્રેસ પક્ષ માટે જવાબદારીસમાન બની છે. હાલની સામાન્ય ચૂંટણી દરમિયાન પ્રગતિની તમન્ના ધરાવનારા નાગરિકો જાતિ આધારિત અને ‘વંશપરંપરાગત’ પક્ષોને ફગાવી દેશે. ‘શું ૨૦૧૯માં વંશપરંપરાગત નેતા કાંગ્રેસ પક્ષ માટે જવાબદારી પૂરવાર થશે’, તેવું શિર્ષક ધરાવતા એક બ્લોગમાં જેટલીએ કહ્યું કે, જો કાંગ્રેસનો પ્રમુખ સંસદમાં ૪૪ અથવા ૬૦ બેઠક જીતાડવાની સંભાવના ધરાવતો હોય તો પરંપરાગત કાંગ્રેસજનો આવા વંશપરંપરાગત નેતાને સ્વીકારી શા માટે અપમાન સહન કરે? ભાજપે રાષ્ટ્રને આપેલા બે વડા પ્રધાન અટલબિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી તેમની પેઢીના ટોચના રાજકારણી હતા અને ભાજપ ક્ષમતા આધારિત પક્ષ હોવાથી અને વંશપરંપરાગતમાં નહીં માનતો હોવાથી ભાજપ આવા ટોચના બે નેતા આપી શકિયું છે.
જેટલીએ કહ્યું કે, વંશપરંપરાગત શાસનમાં માનનારા ઈન્ડિયયન નેશનલ લોકદળના ભાગલા થઈ ગયા છે, જ્યારે ૨૦૧૪ ચૂંટણીમાં સમાજવાદી પક્ષના ટોચના પરિવારના સભ્યો જ જીતી શકિયા હતા. રાષ્ટ્રીય જનતા દળ પણ ફક્ત બે જ બેઠક જીતી શકિયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY