કન્હૈયા કુમાર બેગૂસરાય બેઠક પરથી સીપીઆઇની ટિકિટ પરથી ચૂંટણી લડશે

0
5

ન્યુ દિલ્હી,તા.૨૪
લોકસભા ચૂંટણી ૨૦૧૯ને ધ્યાનમાં રાખીને મહગઠબંધનમાં બેઠકોની વહેંચણી ખૂબ જ ચર્ચામાં રહી હતી. મહાગઠબંધન દ્વારા ટિકિટ ના મળતા હવે વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમાર બેગૂસરાય બેઠક પરથી સીપીઆઇની ટિકિટ પરથી લોકસભા ચૂંટણી લડવા જઇ રહ્યા છે. સીપીઆઇના બિહાર એકમના સચિવ સત્યનાનારાયણ સિંહે પટણામાં આ જાહેરાત કરી હતી.
બેગૂસરાય લોકસભા બેઠક પર ખરાખરીની જંગ હશે કેમકે અહીં ત્રિકોણીય મુકાબલો જાવા મળશે. આ બેઠક પરથી એક તરફ ભાજપના નેતા ગિરિરાજ સિંહ ઉભા છે તો આરજેડીના નેતા તનવીર હસન પણ ઉભા છે અને હવે કન્હૈયા કુમાર પણ આ લડાઇમાં સામેલ થયા છે.
એમ મનાય છે કે કન્હૈયાને અન્ય ડાબેરી પક્ષો પણ સમર્થન આપશે અને તેઓ તમામ ડાબેરી પક્ષના સંયુક્ત ઉમેદવાર હશે. હકીકતમાં બિહારની બેગૂસરાય બેઠક અગાઉ ડાબેરીઓ અને ખાસ કરીને સીપીઆઇનો ગઢ મનાતી હતી. પરંતુ ૯૦ના દાયકા બાદ સીપીઆઇ નબળી પડી ગઇ હતી. હવે ડાબેરીઓનો વિજય આરજેડીના સમર્થન પર આધારિત છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY