૨૦૧૪થી ૨૦૧૯નો કાર્યકાળ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે : અમિત શાહ

0
5

ન્યુ દિલ્હી,તા.૮
ચૂંટણી સંકલ્પ પત્ર જાહેર કરતા પહેલા અમિત શાહે જણાવ્યું હતું કે, હું આજે અહીં ૨૦૧૪ની યાદ અપાવવા માટે આવ્યો છું. ૨૦૧૪માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર બનાવીને ભાજપ આવી હતી. એ વખતે અમે દેશને વિઝન આપ્યું હતું. ભારતનો ઇતિહાસ લખાશે ત્યારે ૨૦૧૪થી ૨૦૧૯ના પાંચ વર્ષના કાર્યકાળને સોનાના અક્ષરોથી લખવો પડશે. ગરીબોને બહાર કાઢવા માટે અમે ભગિરથ કામ કર્યા છે. પ્રાથમિક જરૂરિયાતોને લોકો સુધી પહોંચાડવા માટે મોદી સરકારને સફળતા મળી છે.
અમિત શાહે વધુમાં જણાવ્યું કે, “દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનું કામ મોદી સરકારે કર્યું છે. અમે સાશન હાથમાં લીધું ત્યારે દેશની અર્થવ્યવસ્થા દેશમાં ૧૧માં નંબરે હતી, આજે તે છઠ્ઠા નંબર છે. સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇકના માધ્મથી અમે આતંકવાદના મૂળ પર અમે ઘા કર્યો છે. આખી દુનિયામાં સંદેશ ગયો છે કે ભારતની સીમા સાથે કોઈ છેડછાડ નથી કરી શકતા.
અમિત શાહે કહ્યું કે, “એક પછી એક સ્કેમની સ્કિમ પછી અમારી સરકાર બની હતી. પારદર્શક સરકાર કેવી હોય તેનું અમે ઉદાહરણ આપ્યું છે. દેશ દુનિયામાં મહાશકિત બનીને ઉભર્યો છે. ભારતે દુનિયામાં પોતાની ઓળખ બનાવી છે. અમારા સાશનમાં કોઈ સ્કેમ નથી થયું. ભાજપા સરકારે પાંચ વર્ષમાં સરકારે અનેક પગલાં ભર્યાં. ૫૦થી વધારે મોટા પગલાં ભર્યા છે, જે ઇતિહાસનો ભાગ બનશે. ૬૦ વર્ષના સાશનમાં જે નિરાશા જન્મી હતી તેનાથી નરેન્દ્ર મોદીમાં આશા જન્મી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY