દાહોદ,તા.૨૩
દાહોદમાં ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર પૂરઝડપે પસાર થતી ટ્રકે મોટરસાઈકલને અડફેટે લેતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઈક પર સવાર ૩ યુવાનોના કરુણ મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈકના ફુરચેફુરચા ઉડી હયા હતા. આ દૂર્ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણ મિત્રો મોટરસાઈકલ લઈને ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર દાહોદ નજીકથી પસાર થતા હતા. ત્યારે પૂરઝડપે આવેલી ટ્રકે બાઈકને અડફેટે લીધી હતી. જેથી તેની ઉપર સવાર ત્રણેય યુવાનો ફંગોળાઈને નીચે પટકાયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણેય યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ બનાવને પગલે સ્થાનિકો મોટી સંખ્યામાં બનાવ સ્થળે ઉમટી પડ્યા હતા. અકસ્માતની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ ત્રણેય યોવાનોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપીને તેમની ઓળખ મેળવવા તજવીજ આરંભી છે. અકસ્માતમાં બાઈકના ફૂરચેફુરચા ઉડી ગયા છે.
આ ગંભીર અકસ્માત અંગે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તેને ઝડપી લેવા કવાયત આરંભી છે. માર્ગ અકસ્માતમાં ૩ યુવાનોના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. માર્ગ દૂઘટનામાં મૃત્યુ પામેલા બે યુવાનો ગડોઈ ગામના અને એક યુવાન દાહોદ શહેરનો હોવાનું જાણવા મળે છે. ટ્રકે બાઈકને અડફેટે લેતા હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેથી પોલીસે હાઈવે પરનો ટ્રાફિક હળવો કરવાની કવાયત આરંભી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





